Abtak Media Google News

બાળકોને નાસ્તો આપવાની આડમાં કારમાં દારૂની હેરાફેરી કરતાં કુલ
રૂ. 1.85 લાખનો મુદામાલ કબ્જે

ઉનાના અહેમદ પુર માંડવી ચોક પાસે બાળકોને નાસ્તો આપવાની આડમાં દારુની હેરાફેરી કરતી પત્રકાર યુવતિ સહિત બેની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી 67 ઇગ્લીશ દારુની બોટલો અને કાર મળી કુલઇ રૂ. 1.85 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે કાર નં.જીજે. બીએ 2798માં નાસ્તાના ભરેલા તપેલાની અંદર દારૂનો જથ્થો છુપાવીને પત્રકાર હોવાનો રોફ જમાવતી એક યુવક-યુવતીને વિદેશી દારૂની નં.67 બોટલો તેમજ કાર સહિતના દોઢ લાખથી વધુનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મકરસંક્રાંતિ તહેવાર નામે બાળકોને નિયમિત નાસ્તો પતંગ, દોરા, દાન, કરવા નિકળેલા બની બેઠેલાં પત્રકાર કાજલ વિનુ બારૈયા તથા જગદીશ વાઘજી મકવાણા દિવ વિસ્તાર માંથી બાળકો માટે નાસ્તાનાં તપેલા ભરી તેનાં વચ્ચે ઈંગ્લીશ દારૂનો જથ્થો જુદી જુદી બોટલ સંતાડીને નિકળતાં એહમપુર માંડવી ચેક પોસ્ટે પોલીસ કાર રોકાવી કારની તપાસ કરતા પોતે પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો. અને તહેવાર નિમિત્તે દાન કરતા હોવાનો દેખાવ કર્યો હતો.

પોલીસે નાસ્તાનાં તપેલામાં બટેટા પૈવા હોય તેમાં ચેક કરતા નિચે છુપાવેલા દારૂની બોટલો તથા  મીડિયાનું બુમનાં થેલામાં પણ દારૂની બોટલોનો જથ્થો સંતાડી તેમજ  મોબાઇલ, તેમજ કાર સહીત પત્રકાર યુવતી હોય બન્ને યુવક-યુવતીને કાર સાથે ઉના પોલીસ સ્ટેશન લાવીને ઈંગ્લીશ દારૂ તેમજ કાર સાથે રૂ. 1,85,300 ના મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.