કહેવત છે કે કલા વેચાતી મળતી નથી..એવો જ એક દસ વર્ષના બાળકે પોતાની કોઠાસૂઝથી એક નવા વિચાર સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા છે.
ઉના શહેરમાં રહેતા આર્યન વી.બાંભણીયા જેણેલોટમાંથી બનાવેલ ગણેશજી બનાવ્યા છે. તમે માટી ગણેશ જોયા હશે પણ આ બાળકે તેનાથી પણ આગળ વિચારી ઘઉંના લોટના ગણેશજીની પ્રતિમા બનાવી જેથી વિસર્જન થાય તો માછલાં માટે પણ ખોરાક મળી રહે સાથે પર્યાવરણ પ્રદુષણ ન ફેલાય એ વિચાર સાથે એક અદભૂત કલાકારી સાથે આ પ્રતિમા બનાવી જેને લોકોમાં જીવસૃષ્ટિ બચાવવા પણ પ્રેરણા મળે છે.