ગુરૂ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરિએ…

ત્રિ-દિવસીય મહોત્સવમાં સંતો-મહંતો, રાજકીય સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિ

દુર્લભ અવસરના લાખો શ્રધ્ધાળુઓ બન્યાં સાક્ષી

ગુરૂકૃપા હી કેવલમ્…

t1 71

સદગુરૂએ શબ્દોમાં આર્શીવાદ આપવાની કયારેય  જરૂર હોતી જ નથી. શિષ્યના  માથા પર પ્રેમથી  મુકાયેલો  હાથ કે શિષ્ય પર પડેલીએક નજર પણ  શિષ્યનો ભાવ તારી દે…પાટડીના ખારાગોઢા સ્થિત ઉદાસી આશ્રમ કાળી કફની, કાળી ધોતી, ગળામાં માળા સદાય  હસતો અને તેજથી ચમકતો ચહેરો, સાધના અને સિધ્ધિ છળકતી સ્પષ્ટ  દેખા એવું કપાળ અને  સદાય ભાવનીતરતી આંખો…. શિષ્ય માટે  આંખ બંધ કરે જો નજર સામે આ વર્ણનનું ચિત્ર સામે આવી જાય હા એ આપણા  દુ:ખિયાના બેલી પરમ પૂજય શ્રી જગાબાપા..

vlcsnap 2024 03 23 09h51m25s111 1

વિશ્વભરના શ્રધ્ધાળુઓ-ભાવિ-ભકતોની આસ્થાના પ્રતીક પાટડી ઉદાસી આશ્રમમાં સદગુરૂ ભગવાન બ્રહ્મનિષ્ઠ શ્રી જગાબાપાનાં દાદા ગુરૂશ્રી ઉદાસગીરી મહારાજના  આર્શીવાદથી તા.20 થી 22  માર્ચ સુધી ત્રિ-દિવસીય જગદીશ્વર મહાદેવો મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પૂ. સંત જગાબાપાની અગિયારમી પૂણ્યતિથીનો યોગાનુયોગ સંગમે મને જીણા જીણા નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે ભજનની આ પંકિત સાર્થક થતી હોય તેવું લાગ્યા વિના રહે નહિ.

IMG 20240323 WA0036 1

આ ત્રિ-દિવસીય જગદીશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં આ બેવડા પાવન પ્રસંગનો ધર્મ લાભ લેવા ભાવિ-ભકતોનું માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. ત્યારે ગઈકાલે સવારે પ્રાત: પૂજન,  મંદિરની મહોત્સવ વિધિ,  હોમ વિધી,  ઉતરતંત્ર,  તથા અભિજીત મુહુર્તે બપોરે 12.39 કલાકે પૂજય ભાવેશ બાપુ, પૂજય વૈભવબાપુની નિશ્રામાં જગદીશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોકતવિધિ વિધાન સાથે  રંગેચંગે  કરવામાં આવી હતી. આ દુલર્ભ અવસરનાં સાક્ષી લાખો   શ્રધ્ધાળુઓ બન્યા હતા. તથા મહાપ્રસાદનો અમૃતમય લ્હાવો લઈ ભકતોએ ધન્યતા અનુભવી હતી.

IMG 4317 1

જગદીશ્વર મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અર્હમ પબ્લિકેશનનાં ડિરેકટર દેવાંશભાઈ  મહેતા તથા જીતાંશીબેન  મહેતા પૂજનવિધિમાં બેઠા હતા. તથા આ મહોત્સવમાં  પૂ. જગાબાપાના અનન્ય સેવક અબતક મિડિયાના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સહિત અનેક  રાજકીય   સામાજીક  અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે મહાઆરતીમાં  માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. તથા રાત્રે 9 વાગ્યે ભવ્ય સંતવાણીમાં પ્રખ્યાત કલાકારો કિર્તીદાન ગઢવી, દેવરાજગઢવી (નાનો ડેરો) હકાભા ગઢવી, જયમત દવે, સાગરદાન ગઢવી,  જીજ્ઞેશ બારોટ,  કુસા મહારાજ,  સહિતના કલાકારોએ  ભજનની સરવાણી  વહેવડાવી હતી. કલાકારોએ  પૂજય બ્રહ્મનિષ્ઠ જગાબાપા, પૂજય ભાવેશબાપુ, પૂજય વૈભવબાપુને  ગમતા ભજન ગાઈને સૌ ભકતોને  મંત્ર મુગ્ધ કર્યા હતા.

t1 72

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પંજાબ ભાજપ ટ્રેનીંગ સેલના સહસંયોજક શિવમકુમાર શર્મા,  સુરેન્દ્રનગરના એસ.પી. ડો. ગીરીશ પંડયા, મનુભાઈ રબારી, કવિ કેદાન, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભાજપ અગ્રણી ભૂપત બોદર, મિલનભાઈ મિઠ્ઠાણી તથા સંતો મહંતો, રાજકીય  સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનેક રાજકીય, સામાજીક,  અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને  આ ત્રિ-દિવસીય  જગદીશ્વર મહાદેવ મંદિરનો   પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામેધૂમ, ભકિતમય માહોલમાં સંપન્ન થયો હતો.

અબતક પરિવારના મોભી સતિષકુમાર મહેતા, દેવાંશ મહેતા અને જીતાંશી મહેતાએ અલૌકીક અવસરનો લ્હાવો લીધો

1111 કળશ દ્વારા મૂર્તીઓ પર સ્નપન વિધી કરાઈ

ગુજરાતમાં કયારેય ન  બની હોય એવી ધાર્મિક ઘટના પાટડીના  ઉદાસી  આશ્રમ ખાતે સર્જાઈ હતી. જગદીશ્વર મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે  1111 કળશ દ્વારા  પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિઓ પર સ્નપન વિધિ કરવામાં આવી હતી. સ્નપનવિધિ એટલે અનેક  વિધ આૌષધિઓ થકી જળને પવિત્ર કરી એ પવિત્ર  જળથી તમામ મૂર્તિઓનો વૈદિક મંત્રોચ્ચાર  સાથે અભિષેક  કરાયો ભૂતકાળમાં અંબાજી મંદિરે 1011 કળશથી  સ્નપન વિધિ કરી તે ઉલ્લેખનય છે.

‘જગદીશ્વર મહાદેવ’ને માથુ ટેકવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

IMG 20240323 WA0029 1

પાટડી ખાતે પૂ. જગાબાપા પ્રેરિત  ઉદાસી આશ્રમમાં જગદીશ્વર મહાદેવ મંદિરના પ્રાણ -પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાન જગદીશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગદીશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યુ હતુ. તથા પૂજય ભાવેશ બાપુના આશિર્વાદ લીધા હતા.

કિર્તીદાન ગઢવી, હકાભા ગઢવી, દેવરાજ ગઢવી (નાનો ડેરો), સાગરદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, જયમંત દવે સહિતના કલાકારોએ  સંતવાણીની  સરવાણી વહેવડાવી

ત્રિ-દિવસીય જગદીશ્વર મહાદેવ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભોજન, ધર્મભકિતનો ત્રિવેણી સંગમ રચાયો

દુ:ખિયાના બેલી સંત શીરોમણી પૂ. જગાબાપાની અગિયારમી પૂણ્યતિથી સાથોસાથ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞ, મૂર્તિ પૂજન, શોભાયાત્રા, મહાપ્રસાદ  અને સંતવાણી સહિતના ધાર્મિક પ્રસંગોમાં ભકતોનો જમાવડો

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.