- નાનામવા નજીક કારમાંથી 84 બોટલ દારૂ અને 48 બિયરના ટીન ઝડપાયા : કાર ચાલક ફરાર
- ઓમનગરની દુકાનમાંથી 650 ચપલા ઝડપાયા કુખ્યાત બુટલેગર અતુલ વેકરીયા સકંજામાં
રાજકોટ શહેરનાં નાનામૌવા નજીક મોકાજી સર્કલ પાસે કારમાંથી વિદેશી દારૂની 84 બોટલ અને 48 બીયરના ટીન તેમજ 150 ફુટ રીગ રોડ પર આવેલા ઓમનગર મેઇન રોડ પર પિત્રોડા કાર કેર નામની દુકાનની સામે આવેલી ખાલી દુકાનમાંથી શરાબના 650 ચપલા મળી શરાબ બીયર અને કાર મળી રૂ. 2.50 લાખનો મુદામાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. જયારે કાર ચાલક અને અન્ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ જીજે 06 સીએમ 0577 નંબરની ફ્રિએસટા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. અમે તે કાર નાનામૌવા નજીક મોકાજી સર્કલ તરફ આવી રહ્યાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. ડી.સી. સાકરીયાની ટીમને મળતા મોકાજી સર્કલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બાદ બાતમી મળેલી કાર ત્યાંથી પસાર થતા કારને અટકાવતા ચાલક કાર રેઢી મુકી નાશી ગયો હતો. કારની તલાસી લેતા વિદેશી દારૂની 89 બોટલ અને 48 બીયરના ટીન મળી આવતા રૂ. 1.85 લાખનો મુદામાલ પી.એસ.આઇ. ડી.સી. સાકરીયા, કોન્સ્ટેબલ કુંલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કબ્જે કર્યો છે જયારે ધર્મેશ ઉર્ફે લાલો કમાભાઇ ભોજાણીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં પ્રેમ મંદિર પાસે, રવિ પાર્ક શેરી નંબર 1 માં રહેતો અતુલ ગોરધનભાઇ વેકરીયા નામના બુટલેગરે 150 ફુટ રીંગ રોડ પર આવેલા ઓમનગર મેઇન રોડ પર પિત્રોડા કાર કેર નામની દુકાનની સામે પોતાની ખાલી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એ.એસ. ગરચર, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સોનારા, કોન્સ્ટેબલ મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળી હતી.
બાતમી પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુકાનમાં દરોડો પાડી વિદેશ દારુના 650 ચપલા કબ્જે કર્યા છે. જયારે દરોડા દરમિયાન બુટલેગર અતુલ વેકરીયા હાજર ન મળતા તેની શોધખોળ હાથ ધરી છે. બુટલેગર અતુલ અગાઉ ક્રાઇમ બ્રાન્ચ યુનિ. પોલીસ ગાંધીગ્રામ અને માળીયા મીયાણા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં ચોપડે ચડી ચુકયો છે.
દારૂના કેસમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બુટલેગર દિલીપ ચંદારાણાને પાસા તળે વડોદરા જેલ મોકલાયો
રાજકોટ શહેરમાં દારૂના કેસમાં આશરે નવેક વાર પોલીસ ચોપડે ચડેલા દિલીપ ચંદારાણાની પાસા તળે અટકાયત કરી વડોદરા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર એલસીબી ઝોન-1 દ્વારા દિલીપ ચંદારાણાની પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મંજુર કરતા દિલીપ કરશન ચંદારાણાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.