કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા વિશ્ર્વના તમામ દેશો મથામણ કરી રહ્યા છે. રસી જ એક જાદુઈ છડી હોય, તેમ રસીની રેસ જામી છે. તો બીજી તરફ રસીની આડઅસર, સંગ્રહક્ષમતાને લઈ રસ્સાખેંચ વધુ ગેહરી બનતી જાય
રસીનું ઉત્પાદન કરી વૈશ્વિક બજારમાં વેચાણ અર્થે મૂકવા દરેક કંપની તલપાપડ છે.સ્થાનિક માંગને સંતોષી વળી અન્ય દેશોમાં રસીની નિકાસ માટેની રેસ જામી છે. ત્યારે આ ‘રસ્સા ખેંચ’માં ભારત-ચીન આમને -સામને આવી ગયા હોય તેમ બ્રાઝીલમાં ડોઝની નિકાસને લઈ અજાણ્યે દુશ્મન બની ગયા છે. બ્રાઝીલ સરકારે ભારતની સ્વદેશી રસી કોવેકિસન અને કોવિશલ્ડના ૫૦ લાખથી વધુ ડોઝ ખરીદવાની તૈયારી બતાવી છે. તો બીજી બાજુ ત્યાંની હરીફ પાર્ટીએ ચીની કંપની સીનોવેકની રસી કોરોનાવેકને મંજૂરી આપી મેદાને ઉતારી છે. આમ, બ્રાઝીલમાં બંને દેશો વચ્ચે હરિફાઈ જામી છે.
બ્રાઝિલમાં રસી પર રાજકારણ જામ્યું છે. જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા સયુક્તપણે વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ચીનની સિનોવેક દ્વારા બનાવાયેલી કોરોનાવેક રસીને લઈ વાતો છેડાઈ છે. બ્રાઝિલની આ રાજકીય સ્થિતિમાં રસી પર રાજકારણ ગરમાતા ભારત અને ચીન અજાણતા જ દુશમનોની ભૂમિકામાં આવી ગયા છે.
બ્રાઝિલમાં હરીફ પક્ષ જોવો ડોરીયા ચીનની રસી કોરોનાવેકનો પક્ષ લઈ રહી છે તો બ્રાઝિલનો બોલસોનારોનો શાસક પક્ષ ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનનો પક્ષ લઇ રહી છ. જોકે, આ હોડમાં ભારતની રસી બાજી મારે તેવી શકયતા છે. કારણકે બ્રાઝિલમાં ચિની રસીના પરીક્ષણો કેટલીક વિરોધી ઘટનાઓના પરિણામે થોડા વિવાદાસ્પદ બન્યા છે.
બ્રાઝિલિયન અહેવાલો અનુસાર, ડોરિયાના ઇરાદાપૂર્વકના રસીકરણ કાર્યક્રમ 25 જાન્યુઆરીના રોજ શરૂ થવાની ધારણા છે.
તો તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર લખી સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિડ રસી ઝડપી આપવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનને કારણે થતા મૃત્યુદરમાં બ્રાઝીલ બીજા સ્થાને છે. કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે ટીકાકારોનું દબાણ વધ્યું છે. હરીફ પક્ષે પ્રશ્ન ઉભા કર્યા છે કે કોરોનાને નાથવા સરકાર કેમ વધુ ઝડપથી આગળ વધતી નથી. કેમ નિષ્ક્રિય પગલાં લેવાતા નથી. આ આલોચનો વચ્ચે રાષ્ટ્રપતિ બોલસોનારોએ પીએમ મોદીને પત્ર લખી શક્ય તેટલી વધુ ઝડપે કોવિશિલ્ડ રસીનો 20 લાાખ ડોઝનો જથ્થો પહોંચાડવા અપીલ કરી છે.