- સર્વ સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાના સહિયારા પ્રયાસોથી બેનમુન આયોજન
- યુવાનો માટેની કથામાં હરિપ્રકાશદાસજી સ્વામી રસપાન કરાવશે
- ચારો યુગ પરતાપ તુમ્હારા હૈ પરસિધ્ધિ જગત ઉજિયારા
- હવે હનુમાન ચાલીસા કથા યુવાનો માટે પ્રેરક બનશે: ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં આયોજન
આજની યુવા પેઢી માટે યુવાનો માટે હનુમાનજીજેવા ગુણોનો વિકાસ થાય તે માટે રાજકોટમાં પ્રથમવાર અનોખું પગલું. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની પ્રેરણા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ના પૂ હરિપ્રકાશ દાસ સ્વામી જી તારીખ 27 /12/ 2022 થી1/1/2023 સુધી સાંજે 8:30 થી 11:30 શ્રી હનુમાનજી મહારાજના પ્રમુખ પદે થી હનુમાન ચાલીસા યુવા કથાઆયોજન કરવામાં આવ્યું છે
આ કથા ના માધ્યમથી યુવા પેઢી અને વિદ્યાર્થીઓના જીવનમાં હનુમાનજી ના ગુણો જેવા કે બળ બુદ્ધિ વિદ્યા ધૈર્ય અને પરાક્રમ જીવનમાં આત્મસદ થાય અને યુવાનોમાં વિધાયક દ્રષ્ટિ કોણ અને અખૂટ આત્મા સરભરતા અને વિવેકી જીવન બને એ માટેના મુખ્ય હેતુથી આ કથા ને આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સર્વ જ્ઞાતિ સર્વો સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા વાણિજ્ય સામાજિક આગેવાનો ના માધ્યમથી યુવાનોમાં સંસ્કારનું સિંચન થાય સમાજ તેમજ રાષ્ટ્રનો સાચો નાગરિક બને અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે આ કથા નું મુખ્ય ઉદ્દેશ છે આ કથામાં રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવશે તેમજ રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવશે
‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ના વક્તા તરીકે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ગામના પૂજ્ય હરિપ્રકાશ દાસ સ્વામી આ કથા નું રસપાન કરાવશે
સર્વ સમાજના અગ્રણીઓ એનજીઓ સામાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓને જોડાવા માટે 9924047465,9925030311 સંપર્ક કરવો