મિડલ ઓર્ડર ના સારા પ્રદર્શનને ભારતીય ટીમને આશા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટી-20 મેચોની સીરીઝ રમવા માં આવી રહી છે જેમાં પ્રથમ મેચમાં ભારતે પાંચ વિકેટથી જીતી સિરીઝ જીવંત રાખી છે. ત્યારે આજે રાંચી ખાતે રમાનાર ઓ બીજો મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે જેનું મુખ્ય કારણ એ છે કે જો ભારત આ બીજો ટી-20 મેચ જીતી જશે તો તે સીરીઝ પણ જીતી જશે અથવા જો ન્યૂઝીલેન્ડ આ બીજો મેચ જીતે તો પ્લીઝ એક એક ની બરાબરી પર જોવા મળશે.
આ તમામ સ્થિતિને ધ્યાને લઈને ભારત મેચ જીતવા માટે ની મહેનત કરશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે સાથોસાથ ભારતીય ટીમ તેના મિડલ ઓર્ડર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને આ ખેલાડીઓ તેનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન આપે તે માટેની રણનીતિ પણ બનાવવામાં આવશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ દ્વારા પણ આ મેચ જીતી ને જીવંત રાખવા માટે મેં રમત રમે તેઓ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. ઘણા ટી-20 મેચોની સીરીઝ જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ છે તેમાં ભારત એક પણ વખત જીતી શક્યું નથી.
હાલ ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ પોતાની આગવી સૂઝબૂઝ અને ખેલાડીઓ ને કૌશલ્ય ને ધ્યાને રાખી કોઈ અલગ પ્રકારની રણનીતિ બનાવશે તેવું માનવામાં આવી રહ્યું છે તો સામે ભારતીય ટીમને ટી-20માં નવા સુકાની રોહિત શર્મા પણ મળ્યા છે જે ખરા અર્થમાં પોતાની વિસ્ફોટક રમતથી એક અલગ જ રમત રમે તેવું માનવામાં આવી રહ્યું છે. ટી ટ્વેન્ટી મેચ માત્ર વ્યુરચના નહીં પરંતુ આક્રમકતાથી રમવામાં આવતું હોય છે ત્યારે આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે અને આ સિરિઝમાં બંને ટીમો તેના નવોદિત ખેલાડીઓને પણ અજમાવી શકે છે.