ઇત્તર પ્રવૃત્તિઓ ફક્ત ઈત્તર પ્રવૃત્તિઓ જ નથી, બાળકોના જીવનનો એક અભિન્ન ભાગ: સ્પોર્ટ્સ, સંગીત, ડ્રોઈંગ વગેરે તથા ટેકનોલજીનો યોગ્ય ઉપયોગ બાળકને સમાજમાં સાચી રીતે જીવવાની ઢબ શીખવે છે
બાળકો રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે. મનોવિજ્ઞાનના એક અહેવાલ મુજબ બાળકોનું 80 ટકા વિકાસ ઝીરો થી પાંચ વર્ષની ઉંમરમાં જ થઈ જાય છે. આધુનિક શિક્ષણ જગતમાં આજે બાળકોને વિદ્વાન બનાવવાની ઘેલછામાં બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. વાલીઓમાં નાની ઉંમરે ભણતરની શરૂઆત કરી દેવાની જાણે ફેશન બની ગઈ છે. આવી અવસ્થામાં મોટું થતું બાળક માર્કસ મેળવવાની મજબૂરી માટે ટેવાઈ જાય છે પરંતુ જરા વિચારીએ તો એની શું કિંમત ચૂકવતા હોય છે બાળકો??
આજકાલ ના વિદ્યાર્થીઓ પર રટણનો, પાસ થવાનું બીજાથી આગળ નીકળી જવાનો સતત તણાવ હોય છે એવા વાતાવરણમાં રાષ્ટ્રપ્રયોગી માનવશક્તિ તૈયાર થાય છે? પિડીયાટ્રીશન નીમા સિતપરા કહે છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ફક્ત અક્ષર જ્ઞાન જ નહીં પરંતુ ઈત્તર પ્રવૃત્તઓ પણ એટલી જ મહત્વની છે. ઇત્તર પ્રવૃત્તિઓ ફક્ત બાળકના શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ આવશ્યક બને છે , બાળક તણાવ મુક્ત રહી શકે છે આપડા વાસ્તવિક જીવનમાં ફક્ત માર્કસ જ નહીં. માતા પિતાએ ટાઈમ મેનેજમેન્ટ કરી બાળકોને રસ પડે એવા ક્ષેત્રમાં સ્પોર્ટ્સ, સંગીત, ડ્રોઈંગ વગેરે વિષયોમાં બાળકોને કાર્યરત કરવા જોઈએ.
ટેકનોલજી, એનિમેશન અને સ્ક્રીનના યોગ્ય ઉપયોગથી જાગૃતતા ફેલાય, તો બાળકો સારી કારકિર્દી બનાવી શકે: અરિના એનિમેશનના વિધી કોટક
આજકાલના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર થવા લાગ્યો છે ત્યારે નાની ઉંમરથી જ બાળકો મોબાઇલ ફોન તેમજ સ્ક્રીનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યા છે જેને કારણે તે મોટાભાગનો સમય સ્ક્રીનની સામે વ્યતિત કરતા હોય છે પરંતુ તેનો મતલબ એવો નથી કે ટેકનોલોજી નો ઉપયોગ ન કરવો જો સાવચેતીપૂર્વક બાળકોને ઉપયોગી નીવડે તે રીતે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે તો આજના યુગમાં બાળકો માટે બાળકોની કારકિર્દી માટે ખૂબ જ સારું નીવડે છે છે તેના પર અરીના એનિમેશનના ફેકલ્ટીઝ સમીર વૈષ્ણવ, વિધિ કોટક અને કૃપાલ પટેલે જણાવ્યું હતું.આ સાથે વધુ માહીતી આપતા વિધિ કોટકે જણાવ્યું હતું કે અરીના એનિમેશન બાળક તેમજ યુવાઓને એનિમેશન વીએફેક્સ અને ગેમિંગ ક્ષેત્રમાં જ્ઞાન આપે છે. જેનાથી યુવાઓ ભણતર સાથે ઈન્ટરનશીપ કરી શકે છે , જેનાથી પોતાનું ભવિષ્ય બનાવી શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપડે જાગીએ ત્યારથી જ ટેકનોલજી અને એનિમેશનથી ઘેરાયેલા છીએ એટલે જેનો ક્યારેય અંત નથી જેથી તેમાં ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકાય.
‘પ્રેક્ટિકલ નોલેજ’, ‘પર્સનાલિટી ડેવલોપમેન્ટ’, ‘પોઝિટિવીટી’, દ્વારા યોગ્ય શિક્ષણ જરૂરી: p+ કોચિંગ એકેડમી-હર્ષ મેહતા
p+ કોચિંગ એકેડમીના ફેકલ્ટી હર્ષ મેહતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તક સાથે પ્રેક્ટિકલ જ્ઞાન અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ પણ બાળકના જીવનમાં એટલું જરૂરી છે. આ સાથે બાળકો આજે ફક્ત સારા માર્કસ મેળવવાની ઘેલછામાં હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે ત્યારે વિધાર્થીઓમાં સકારાત્મકતાનું સિંચન કરવા બાળક માટે પોઝિટિવ વાતાવરણ ઊભું કરવું પણ એટલું જ અનિવાર્ય બની રહે છે.જેનાથી બાળક સારુ પરફોર્મન્સ આપી શકે છે. બાળકોને ટાઈમ મેનેજમેન્ટ દ્વારા જો દરેક પ્રકારના કોન્સેપ્ટ વિવિઘ પ્રવૃતિઓનો તેમજ પ્રેક્ટિકલ ઉદાહરણો નો ઉપયોગ કરી સમજવામાં આવે એટલે કે ભાર વિનાનું ભણતર આપવામાં આવે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહેશે અને બાળક જલ્દીથી સમજી શકે છે.
કલા બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી, કાલ્પનિક શક્તિને જગાડે છે:(આર્ટ યોર વે-બંસરી ચાવડા)
આર્ટ યોર વે ઇન્સ્ટિટ્યૂટના બંસરી ચાવડા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું નાના ભૂલકાઓથી માંડીને વયસ્કો દરેક વયની વ્યક્તિના જીવમાં ચિત્રકળા અને આર્ટ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે જો નાનપણથી જ બાળકને રંગોની દુનિયા તરફ વિચારતા કરીએ તો તેઓ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકે છે, કાલ્પનિક શક્તિને ઉજાગર કરી શકે છે જેનાથી તેમના માનસનો પણ વિકાસ થાય છે. તેમજ બાળક એક જગ્યાએ બેસીને કાર્ય કરતા શીખે છે અને બાળકની એકાગ્રતા વધે છે.જે બાળકને ભણતરમાં પણ ઉપયોગી નીવડે છે. આજના યુગમાં પોતાની જાત સાથેનું જોડાણ એ ખૂબ જ અનિવાર્ય છે જે સ્વતંત્રતા બાળકને આર્ટ આપે છે.
બાળકોને સ્પર્ધાની હરોડળમાં ફક્ત પ્રોગ્રામ રોબોટ ન બનાવતા, રસનો વિષય પસંદ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ: ડિસ્કવર યુ ધ કાઉન્સિલર લેબ-રીચા ભગદેવ
ડિસ્કવર યુ ધ કાઉન્સિલર લેબના સંસ્થાપક રીચા ભગદેવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોને ફક્ત પ્રોગ્રામડ રોબોટ ન બનાવવા જોઇએ. સૌથી પહેલા બાળકને ખુશ રહેવા દેવા એ ખૂબ જ અગત્યનું છે.બાળકોમાં સ્કીલ સોફ્ટ સ્કીલ અને હાર્ડ સ્કીલ હોવી ખૂબ જ આવશ્યક છે. ભણતર થી બાળક કદાચ સારી કારકિર્દી બનાવી શકે છે પરંતુ સમાજમાં રહેવાની ઢબ, વાર્તાલાપ,દયાભવના, ટાઈમ મેનેજમેન્ટ, ટીમ વર્ક ,સહકાર ભાવના વગેરે ઇત્તર પ્રવૃત્તઓ જ શીખવે છે. બાળક જયારે પોતાને ગમતી પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ખૂબ જ ખૂશ હોય છે. જેનાથી તેઓ નાની ઉંમરથી જ બાળક પોતાનો રસનો વિષય પસંદ કરી શકે છે આજે ભારતીયોમાં ભણતરની સાચી રીતની ગેરસમજના કારણે કારકિર્દી બનાવવામાં ખાસ્સો સમય લાગી જાય છે. આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ અને મહેનતુ પણ છે, યોગ્ય દિશામાં જો સારું માર્ગદર્શન આપવામાં આવે તો ખૂબ જ સફળ પરિણામ મેળવી શકે છે. જેનાથી તેઓ તણાવ મુક્ત થઈને પોતાના માર્ગમાં આગળ વધી શકીએ છીએ.