આજે નેશનલ સ્પોર્ટ્સ દિવસ
દરેકનાં જીવનમાં બાળપણથી યુવાની સુધી વિવિધ સ્પોર્ટ્સનું મહત્વ હોય છે: હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે આ દિવસ ઉજવાય છે:આજનો બાળક મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો છે
રાષ્ટ્રીય રમત અને સ્પોર્ટસની પરંપરા નિભાવવા દરેક મા-બાપે સંતાનો સાથે આપણી દેશી રમત રમવી જોઈએ: રોજીંદા જીવનમાં રમતો રમવાથી વ્યકિતનો શારીરીક અને માનસિક વિકાસ થાય છે: આપણાં દેશમાં ફિટ ઈન્ડિયાની મુવમેન્ટે યુવા ધનમાં સારી જાગૃતિ લાવી છે
ઈન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં બધા જ મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યાં ઈનડોર-આઉટડોર રમતમાં કોને રસ પડે છે. આજની શાળા કોલેજમાં છાત્રશેને રમવા મેદાન અને સ્પોર્ટસ ટીચનો અભાવ જોવા મળે છે. આપણી દેશી રમતો આજે સાવ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે આજના બાળકો મોબાઈલમાં ગેમ રમતા જોવા મળે છે. ફિટ ઈન્ડિયાની રાષ્ટ્રીય મુવમેન્ટના કારણે યુવાધનમાં જાગૃતિ આવી છે. શરીર માટે સૌથી ફાયદાકારક સ્પોટ્સ હોવાથી, આજના મા-બાપે સંતાનોને આ બાબે રસ રૂચી કેળવવી જોઈએ. થોડા વર્ષો પહેલા ઓલિમ્પિક સ્પર્ધામાં આપણે ખૂબજ સફળતા મેળવી હતી. બાળપણથી યુવાની સુધી સ્પોર્ટસનું મહત્વ વિશેષ છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના દિવસે આ રાષ્ટ્રીય રમત ગમત દિવસ ઉજવાય છે. વિશ્વમાં 736 બીસીમાં પ્રાચીન ગ્રીસમાં રમતોનો પ્રારંભ થયો હતો. 2022ના રાષ્ટ્રીય મંડળ ખેલમાં ભારતે વિવિધ ઈવેન્ટમાં 61 મેડલ જીત્યા હતા.
આજે નેશનલ સ્પોર્ટ ડે છે, રમત-ગમત દરેક માનવીના જીવન સાથે બાળપણથી જોડાયેલી છે. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. આજનો હોકીનાં દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી થાય છે. રાષ્ટ્રીય ખેલ દિવસે રમત ગમતમાં રાષ્ટ્રને ગૌરવ અપાવનાર તમામ ચેમ્પીયનને પણ સમર્પિત છે. દેશમાં રમતનાં મૂલ્યો વિશે જન જાગૃતિ સાથે ના ઉદેશ્ય માટે તમામ રમત પ્રેમી આજે ઉજવણીકરે છે. શિસ્ત, દ્દઢતા, રીમતની ખષલદીલી, ટીમવર્ક, સ્વસ્થ અને ફીટ રહેવા માટે પણ સ્પોર્ટસ દરેક માનવી માટે અગત્ય છે. રમત ગમત બાળકોમાં ઘણા ગુણોનું સિંચન કરે છે. આજના યુગમાં તો સ્પોર્ટસનું મહત્વ વધારે છે. એટલે જ અભ્યાસક્રમમાં પણ શારીરીક શિક્ષણનો વિષય ભણાવવામાં આવે છે.
ભારતીય ઈતિહાસમાં સૌથી મોટા સ્પોર્ટીગ આઈકન મેજર ધ્યાનચંદને શ્રધ્ધાંજલી આપણે શુ કરી શકીએ તે બાબત જરૂરી છે. આપણાં દેશમાંઆજે ક્રિકેટ રમત બહુ જ પ્રખ્યાત છે. પણ આ રાષ્ટ્રીય રમત હોકી છે જેમા આપણે વિશ્વમાં સૌથી વધુ વાર ચેમ્પીયન બન્યા છીએ. આપણી મુખ્ય રમતોમાં ફૂટબોલ, ખો-ખો, ટેનીશ, હોકી અને ક્રિકેટ આઉટ ડોરમાં ગણાય સાથે ઈનડોર સ્પોર્ટસમાં હેન્ડબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલ જેવી રમત ગણાય છે. છેલ્લા દશકામાં કબડ્ડીની રમત પણ દેશમાં ઘણી પ્રચલીત થઈ ગઈ છે. મનોરંજન પ્રવૃત્તિ માટે પણ દોડ, રેસ, દોરડાખેંચ, એરોબિકસ જેવી વિવિધ રમતો રમવામાં આવે છે. આજે ગલીક્રિકેટ ખુબજ જાણીતું બન્યું છે.
શાળામાં ભણતા છાત્રો પણ સ્પોર્ટસના તાસમાં વિવિધ રમતો રમીને શરીર ફીટ રાખી રહ્યા છે. આપણા દેશમાં ફીટ ઈન્ડીયા મુવમેન્ટ પણ ચાલી રહી છે. જેના પગલે લોકો તંદુરસ્તી પરત્વે જાગૃત થયા છે.શરીરની તંદુરસ્તી માટે વોકીંગ સાયકલીંગ જેવી ઘણી કસરતો કરીને આજનો મનાવી તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. પહેલાનાજમાનામાં ઘણા ગ્રાઉન્ડો રમત ગમત માટે હતા, શાળામાં પણ વિશાળ ગ્રાઉન્ડ હતા પણ આજના યુગમાં તો હવે બાળકોને રમવા માટે મેદાનોની અછત થઈ ગઈ છે. સાથે શાળા પણ મેદાન વગરની જોવા મળે છે. આજના દિવસની સાચી ઉજવણી દરેક મા-બાપે આજે સંતાનો સાથે આપણી દેશી રમતો રમીને ઉજવણી કરવાની જરૂર છે. આમ કરવાથી બાળકો આ રમત વિશે જાણશે અને અન્યો સાથે રમવા પ્રેરાશે.
આજના ઈન્ફરમેશન ટેકનોલોજી યુગમાં વિવિધ ઈલેકટ્રોનીક ગેઝેટ આવતા બાળકો મોબાઈલમાં જ ગેઈમ્સ રમવા લાગ્યા હોવાથી આપણી શ્રેષ્ઠ દેશી રમતો સાવ લુપ્ત થઈ ગઈ છે. રમતને સીધો સંબંધ મનોરંજ સાથે હોવાથી તે રમવાથી ટ્રેસ મૂકત થવાય છે. થપ્પો, નારગોલ, રૂમાલદાવ, ચોપાટ, ઈસ્ટો, ખુચામણી જેવી ઘણી રમતોની મઝા આજની પેઢીને ખબર જ નથી રમત રમતું બાળક, ધૂળમાં રમતું બાળક ખડતલ બનતું હતુ. આજે મા-બાપો જ બાળકોને રમવા બહાર જવા દેતા ન હોવાથી તે ઘરમાંજ મોબાઈલમાં વિવિધ ગેઈમ્સના આનંદ સાથે બેઠાડુ જીવન જીવતો થઈ ગયો છે. રમત ગમતથી લિડર શીપ અને એકાગ્રતા ના ગુણો ખીલે છે.
બાળક કે મોટેરા દરેકના જીવનમાં ફીટ અને સ્વસ્થ રહેવા માટે સ્પોર્ટસ અતી મહત્વનું છે. રમત ગમત ને જીવનનો અભિન્ન ભાગ બનાવીને દરેક વ્યકિતએ તેની રાજેનીશીમાં સ્પોર્ટસ માટે સમય કાઢવો જ પડશે. સતત કામ અને ભાગ દોડની આજની જીંદગીમાં આપણને ડોકટર ચેતવણી આપે ત્યારે આપણે હળવી કસરત કે ચાલવું કે સાયકલીંગ કરવા લાગીએ છીએ. આજનો યુવાન ફિલ્મસ્ટારો જેવી બોડી બનાવવા માટે જીમમાં વધુ જાવા લાગ્યા છે. દરેક વ્યકિત આખા દિવસમાં ઓછામાં ઓછી એક કલાક કસરત કે મનગમતી આઉટ ડોર કે ઈનડોર ગેઈમ્સ રમવી જરૂરી છે. આજનો ખેલ દિવસ શારીરીક પ્રવૃત્તિઓ, રમત ગમત સાથે એકંદર આરોગ્ય વિશે જાગૃતી લાવે છે.
ગત વર્ષે દેશમાં ‘મીટ ધ ચેમ્પિયન’ પહેલની શરૂઆત થઈ હતી. જેમાં સમગ્ર દેશમાં દરેક શેરી અને ખૂણે ઉત્સાહ સાથે યુવા વર્ગ જોડાયો હતો. આજે ફરી તંદુરસ્ત જીવન માટે સ્પોટસના મહત્વની જાગૃતી લાવશે, સાથે રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારને પ્રોત્સાહન પણ પૂરૂ પાડશે. તંદુરસ્ત જીવન શૈલી રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારને પ્રોત્સાહન પણ પૂરૂ પાડશે.તંદુરસ્ત જીવન શૈલી જાળવવા અને રમત ગમતમાં સફળ કારકીર્દી બનાવવા નિયમિત તાલીમ પ્રેકટીસ, અભ્યાસ સાથે નિષ્ણાંતોનું કોચિંગ પણ જરૂરી છે. રાષ્ટ્ર મંડલ ખેલ 2022માં ભારતના રમતવીરોએ પદકોની હારમાળા જીતીને દેશનું નામ દુનિયામાં રોશન કર્યું હતુ. ટોકયો ઓલિમ્પિીકમાં પણ ભારતનો દબદબો કાયમ રહ્યો હતો.
રોજીંદા જીવનમાં રમતો રમવાથી વ્યકિત શારીરીક અને માનસીક વિકાસ સારી રીતે થાય છે. રૂટીંગ કાર્યકરતા નાની મોટી કસરતો આપણને વધુઆનંદ આપે છે.સ્પોર્ટસના કારણે સહનશકિત વધે છે, સાથે સારી ઉંઘ, સંતુલન, ફિટનેસ અને સ્થૂળતાનું જોખમ ઘટાડે છે. આપણા શરીરનાં હાડકા, સ્નાયુઓ, અસ્થિબંધન સાથે કરોડરજજુની તંદુરસ્તી અને વૃધ્ધિમાં વિકાસ કર છે. સ્પર્ધાત્મક ભાવના સાથે સફળતાનો આનંદ આપણને રમત મત જ આપે છે.આજનો દિવસ સૌને સંદેશ આપે છે. કે રમત રમતાં રમતાં પણ આપણે જીવી શકીએ છીએ, ફીટ અને સ્વસ્થ રહી શકીએ છીએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું નામ રોશન કરનારને ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ જેવા વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે. રમત ગમત આપણને ઘણા કૌશલ્યો શીખવે છે.
ઓલિમ્પિક ગેમ્સ વિશ્વની સૌથી મોટી એથ્લેટિક સ્પર્ધા
દર ચાર વર્ષે યોજાતી વૈશ્વિક સ્તરની ઓલિમ્પિક સ્પર્ધામાં 200થી વધુ રાષ્ટ્રો ભાગ લે છે. દર બે વર્ષે તેઓ સમર અને વિન્ટર ઓલિમ્પિક્ પણ યોજે છે.પેરાલિમ્પિક ગેમ્સ યુથ ઓલિમ્પિક ગેમ્સ, પાંચ કોન્ટિનેનટલ ગેમ્સ, ડેફલિમ્પિકસ, સ્પેશિયલ ઓલિમ્પિક અને વર્લ્ડ ગેમ્સ પણ યોજવામાં આવે છે. તમામ પ્રકારનાં એથ્લેટસમાં બિન-વિકલાંગ, અક્ષમ અને વિવિધ વય જુથોના સમાવેશ માટે યોજાય છે. આ રમતો સાંસ્કૃતિક રીતે પણ મહત્વની હોય છે. રમતો માત્ર વ્યકિતગત જ નહી પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરે છે. 776 બીસીમાં પ્રાચીન ગ્રીસમાં રમતોની શરૂઆત થઈ હતી. આ રમતો ધાર્મિક અને રાજકીય મહત્વની હતી કારણ કે તે ભાગ લેનાર તમામ શહેર રાજયો દેશ વચ્ચેના યુધ્ધવિરામનું પ્રતિક હતુ. 1896માં પિયર ડી કુબર્ટિન દ્વારા ફરીથી રમતો શરૂ કરવામાં આવી જેનો હેતુ રમત પ્રત્યેના સાર્વત્રીક પ્રેમ દ્વારા આંતરરાષ્ટ્રીય ભાઈચારો અને સંવાદિતા વધારવાનો હતો 2022ના રાષ્ટ્રમંડલ, ખેલમાં ભારતે વિવિધ ઈવેન્ટમાં 61 મેડલ જીત્યા હતા.