- સભ્ય સમાજ માટે લાલબત્તી
- છેલ્લા ચાર માસમાં 4 વર્ષથી લ્ઈ 17ની સગીરા ઉપર દુષ્કર્મ અંગેની કુલ 22 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ
- હવસખોરોના પંજાથી દીકરીને બચાવવા માટે સામાજિક અને કાનૂની આંદોલન જરૂરી
- શાળા, ક્લાસીસ બીજી અન્ય સંસ્થાઓએ ગુડ ટચ બેડ ટચનું માર્ગદર્શન આપવું જરૂરી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓ સાથે અત્યાચારના બનાવો સતત વધી રહ્યા છે. છેડતી, જાતીય સતામણી, દુષ્કર્મના બનાવોના આંકાડા ચિંતાજનક બન્યા છે. રંગીલા રાજકોટમાં છેલ્લા ચાર માસ દરમિયાન ચાર વર્ષની બાળકીથી લઈ 17 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ અંગેના 12 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જયારે આ જ સમયગાળા દરમિયાન શહેરના અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની કુલ 22 ફરિયાદ પોલીસ ચોપડે ચૂકી છે.
આજે ભલે આપણો સમાજ અનેક ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યો હોય પરંતુ તેની સાથે માણસની ગુનાહિત ભાવનાઓ પણ વધી રહી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પહેલા સમાજની વસ્તુઓને નિશાન બનાવતા હતા, પરંતુ હવે તેઓ પોતાની હવસ સંતોષવા ફૂલ જેવી નાની બાળકીઓને પણ નિશાન બનાવી રહી છે
હવે એક વાત નકકી છે કે મહિલાઓએ જાગૃત થઇને પોતાના સ્વ-બચાવ માટે તાલિમ બઘ્ધ થવું પડશે ‘અબળા’ નારીનો શબ્દ ખોટો પાડીને ‘સબળા’ નારી બનવું જ પડશે.
એક હાથે તાલી કયારેય ન પડી શકે તે એટલું જ નગ્ન સત્ય સાથે છોકરાની સાથે છોકરીનો પણ વાંક હોય જ છે. પરંતુ જે ચારથી 14 વર્ષની દીકરીઓને પર ગુજારવામાં આવતા દુષ્કર્મોમાં સત્યતા ની કથન થાય છે .નારીને દુર્ગાનું, શકિતનું સ્વરુપ ગણવામાં આવે છે, પણ ખરા સમયની મુશ્કેલી સર્જે છે. તેવા વાતાવરણમાં જાતીય સતામણી, બળાત્કાર, ઘરેલું હિંસા, છુટાછેટા, અત્યાચારો મજબુરી, લાચારીનો ફાયદો ઉઠાવવો, મારકુટ જેવી ઘણી ઘટનાઓ સમાજમાં સતત બનતી જોવા મળે છે. ત્યારે હવે સમાજના દરેક વર્ગે જાગૃત થવાની જરુર છે. કારણ કે બધાના ઘરમાં મા-બેન અને દિકરીઓ હોય જ છે. આજે સમાજમાં 10 વર્ષથી નાની ઉમરની છોકરીઓ ઉપર પણ આ પ્રકારની ઘટનાની જોવા મળે છે. ત્યારે આપણો સમાજ કેટલી હદે અધ:પતન તરફ જઇ રહ્યો છે.
આજના યુગમાં મા-બાપ જ પુત્ર-પુત્રીના ઉછેરમાં
‘બાયસ’ (ભેદભાવ) રાખે છે. ત્યારે આ આગ કયારે બુજાશે તે નકકી ન કરી શકાય. સૌ એ પોતાના ઘરથી જ બદલાવ લાવીને આ સમસ્યાનો અંત લાવવા સક્રિયતા દાખવવી પડશે.
લાચારી, મજબૂરી અને તરૂણાવસ્થાને કારણે ઘણી વાર લાગણીના આવેગમાં આવી જઇને અવિચારી પગલું ભરી લેતી જોવા મળે છે. જે બાદમાં સમગ્ર કુટુંબને શરમજનક સ્થિતિમાં મુકી દે છે. ઘણીવાર તો ફરીયાદ કરતાં પણ લોકો કે પરિવાર ડરતા હોવાથી સામે વાળાની હિંમત વધવા લાગે છે. આવી જ બીજી ‘ના’ પાડતા શીખી લેવાની છે સંબંધ ન બગડે તેવી રીતે ‘ના’ પાડવી તે પણ એક જીવન કૌશલ્ય છે. આજની યુવતિ માટે સાવચેતી સાથે ઘણું શીખવું જ પડશે.આજે ઘરની બહાર નીકળતી છાત્રા પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળે છે આજના યુગમાં મા-બાપને સૌથી વધુ ચિંતા તેમને છોકરીઓની છે. એક તારણમાં જાણવા મળ્યું છે કે
જાતિય સતામણી ના કેસમાં નજીકનો, ઓળખી તો કે પરિવારનો જ કોઇ વ્યકિત હોવાનું વધુ જોવા મળે છે. શાળા બાદ ટયુશન ને વિવિધ બીજા વર્ગો સતત સવારથી સાંજ છોકરીઓને બહાર આવવું – જવું પડતું હોવાથી ને મોબાઇલનો વધુ ઉપયોગ પણ ઘણીવાર અણધારી આફત લાવે છે.પરિવારના સભ્ય સિવાય ‘ટચ’ કરે ત્યારે તે સંદર્ભે ના સારા કે નરસા પાસાના સમજવા અતિ જરુરી છે. અજાણ્યા વ્યકિત પર આંધળો વિશ્ર્વાસ પણ ઘણીવાર ઘાતક બને છે. વિડિયો કોલીંગ સૌથી ભયંકર દુષણ છે. તેનાથી બચવું જરુરી છે, રોડ પર કયારેય અજાણ્યા માણસ સાથે વાત ન કરવી કે હાસ્ય ન આપવું કે વારંવાર સામે ન જોવા જેવી નાનકડી તકે દારી પણ તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. મિત્ર કે ભાઇબંધ શબ્દ સુધી બધુ સારુ હતું પણ આજે ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ જેવા શબ્દો આવતા પારાવાર દુષણો જન્મયા છે. છોકરીઓ માટે સૌથી અગત્યની બાબત પ્રતિકાર છે જો તે હસ્તગત થઇ જાય તો તે ‘લેડી સિંધમ’ બની જાય છે. પછી કોઇની હિંમત નથી કે તમને હેરાન કરે.આજની છોકરીઓ ઝડપથી અંજાઇ જાય છે તે જે દેખાય છે એને જ જયાં જાવ ત્યૌ ‘મા-બાપ’ ને જાણ કરીને ટાઇમીંગ જણાવીને જાવું હિતાવક છે. આજના યુગમાં ઘણી બાબતોમાં છોકરી ઓએ સાવચેત રહેવું કારણ સામે પક્ષે છોકરા તૈયાર હોવાથી તે તમારો ઉપયોગ કયાં એન્ગલથી કરશે તે તમે નકકી ન કરી શકો.દેખાય છે એ કયારેય સાચુ ન હોય ને જે જે દેખાતું તે સાચુ પણ હોય શકે, પુરી તપાસ કર્યા વગર ઉતાવળો નિર્ણય મુશ્કેલી ઉભી કરે છે. આખા દિવસની બધી વાત માતા પિતા સાથે 100 ટકા કરવી, ને મુશ્કેલી જણાય ત્યારે પોલિસ કે દુર્ગાવાહિની ટીમ કે મા-બાપનો તાત્કાલીક સંપર્ક કરવો. હવે તો ખાસ મહિલાઓ માટે જ ‘પોલિસ સ્ટેશન’ બનાવાયા છે. મહિલા હેલ્પલાઇનની એપ ડાઉન લોડ કરી જ રાખવી. સાવચેતી જ અ જ સલામતી છે.
સોશ્યિલ મિડિયા કે ઇન્ટર નેટ, સાયબર ક્રાઇમ, વોટસઅપ, ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટ્રાગ્રામ જેવાનો વપરાશ કે તેમાં મેસેજની આપ-લે ક કાયમી રેકોર્ડ બની જતો હોવાથી તેમાં સાવચેતી રાખવી. લાગણીના વહેણમાં કયારેય તણાવું નહી.
શાળાઓ અને સંસ્થાઓએ પણ આ દિશામાં પહેલ કરવી જરૂરી
શાળાઓ અને સંસ્થાઓએ પણ આ દિશામાં પહેલ કરી છે. બાળકીઓને બેડ ટચ અને ગુડ ટચનું શિક્ષણ આપવું ખૂબ જરુરી છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાની જાતને બચાવી શકે અને સમજી શકે કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. શાળાઓમાં અપાતા ગુડ ટચ બેડ ટચ ના શિક્ષણના કારણે હવે નાદાન બાળકીઓ પર થઈ રહેલા જાતીય અત્યાચાર બહાર આવી રહ્યા છે. જેના કારણે હવે શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ ના શિક્ષણ સાથે સાથે સેલ્ફ ડિફેન્સના પાઠ નિયમિત ભણાવવામાં આવે તેવી માગણી થઈ રહી છે.
તારૂણ્ય શિક્ષણ આજના યુગની તાતી જરૂરિયાત: અરૂણ દવે
આજકાલસમાજમાં બનતી વિવિધ ઘટનાઓમાં તરૂણોને તારૂણ્ય શિક્ષણ આપીને કંટ્રોલ કરી શકાય છે. આજના ઈન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને કારણે તરૂણો ઘણુ બધુ શીખી જતાં હોવાથી અને એડોલેશન એઈજનેકારણે તથા શારિરીક ફેરફારો પરત્વે તેને વૈજ્ઞાનિક આધારો વળુ જ્ઞાન આપવું જરૂરી છે. વર્ષોથી આપણે શિક્ષણમાં સેકસ એજયુકેશનની વાતો કરીએ છીએ પણ અમલમાં નથી મૂકત, હવે આ નવી સદીમાંતેની છાત્રોમાં જરૂરીયાત વિશેેષ હોવાથી મા-બાપો, શિક્ષકો અને શિક્ષણ તંત્રે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.તેમ જાણતા કાઉન્સીલર અરૂણ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.
શાળાની સાથે માતા પિતા ને પણ સતર્ક થવું જરૂરી :ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા
અબ તક સાથે ની વાત ચીત માં ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેડ ટચ અને ગુડ ટચ નું શિક્ષણ આપવામાં આવે છે અને તે માટે ની જાગૃતિ ના અનેક પ્રયાસ કરવામાં પણ આવે છે અત્યારે થતા બનાવવામાં અત્યારે બનતા બનાવવામાં શાળાની સાથે સાથે માતા-પિતાઓને પણ સતર્ક થવાની વધારે જરૂર છે વિદ્યાર્થીની એ પણ કોઈ ની વાતમાં આવી અથવા તો અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો એ બાબતે સતત માર્ગદર્શન આપીએ છીએ