Abtak Media Google News

પૈસાની ઉઘરાણી બાબતે હુમલો કર્યાની ફરિયાદ

મોરબીમાં હાથ ઉછીના લીધેલ પૈસા પરત આપી દીધા હોવા છતાં ઈસમે બાઈક પર જઈ રહેલ બંને યુવકોને રોકી તેમની સાથે ઝગડો કરી માર મારતા આંખમા લોખંડની ચાવીનો એક ઘા લગતા યુવકની આંખ ફૂટી જવા પામી હતી. જેને લઇ તેને હોસ્પિટલે સારવારમાં ખસેડી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના ટીંબડી ગામ શક્તિ પેકેજીંગ પાછળ રહેતા ચેતનકુમાર ચંદુભાઇ પરમાર તથા તેના ભાઇ કરશનભાઇ એમ બન્ને મોટરસાઇકલ લઇને જતા હોય ત્યારે ટીંબડી બસસ્ટેન્ડથી આગળ રોનક ટ્રાન્સપોર્ટ સામે મહમદઅકતર ઉર્ફે રાજા મહમદ હબીબ શેખ નામના શખ્સે તેઓને ઉભા રાખી કરશનભાઇએ આરોપીને હાથ ઉછીના લીધેલ પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતા પણ પૈસાની માંગણી કરી બોલાચાલી કરી ગાળો આપી કરશનભાઇને લોખંડની ચાવી વડે માથામાં માર મારેલ તેમજ ફરિયાદી ચેતનકુમાર છોડાવા વચ્ચે પડતા તેની ડાબી આંખમા લોખંડની ચાવીનો એક ઘા મારી આંખની દ્રષ્ટી ગુમાવી દે તેવી ગંભીર ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.