બોટમ એટલે કુરતીની નીચે પહેરવામાં આવતું ગાર્મેન્ટ, જે સલવાર પૂરતું જ સીમિત ની, એમાં ઘણા પ્રકાર આવે છે જેમ કે સલવાર, પટિયાલા, ધોતી, હેરમ, સિગાર પેન્ટ કે પછી પ્લાઝો. જો કે આટલા બધા પ્રકાર હોવા છતાં બોટમના નામે જ ઓળખાય છે અને બધાનાં લુક અને પેટર્ન પણ અલગ-અલગ છે. આટલી બધી વરાઇટી હોવા છતાં કઈ બોટમ સો શું પહેરવું એ આવડત માગી લે છે.
ચૂડીદાર
પહેલાં ટોપ નીચે પહેરવા માટે ચૂડીદાર સિવડાવવામાં આવતાં, પરંતુ હવે રેડી ચૂડીદાર મળે છે જે લેગિંગ્સ તરીકે ઓળખાય છે. જો ચૂડીદાર સિવડાવવાં હોય તો પ્રોપર ફિટિંગ આવવું જરૂરી છે. ચૂડીદારમાં પણ ઉપર યોક આપવામાં આવે છે અને નીચે પગના માપ પ્રમાણે શેપ આપવામાં આવે છે. ચૂડીદાર જો બરાબર નહીં સિવાયું હોય તો યોક પાસેી ડૂચા જેવું લાગશે. જો પ્રોપર ફિટિંગ આપવું હોય તો યોકમાં નાડી ન આપવી, પરંતુ સાઇડમાં બટન આપવું. જો વધારે ફિટિંગ હશે તો ગોઠણ પાસેી પગ નહીં વળે અને કમ્ફર્ટેબલ નહીં લાગે. ચૂડીદાર ક્યારેય લાઇનિંગવાળું ન સિવડાવવું. ચૂડીદાર સો લોન્ગ અને શોર્ટ બન્ને કુરતી સારી લાગી શકે તેમજ કળીદાર સો તો ચૂડીદાર જ સારું લાગે. ચૂડીદારમાં જેટલી ચૂડી વધારે એટલું ચૂડીદાર વધારે સારું લાગે
ધોતી
ધોતી આમ તો મેન્સ વેઅર છે, પરંતુ ધોતી પેન્ટ વિમેન્સ વેઅર પણ છે. ધોતીનો દેખાવ કંઈક અલગ જ હોય છે. ધોતીમાં પણ ઉપર યોક હોય છે અને નીચે ફેબ્રિકને એ રીતે સીવવામાં આવે છે કે એ સાઇડ પરી હાફ સર્કલ જેવો લુક આવે છે અને નીચેી શંકુ આકારમાં હોય છે. ધોતી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. ધોતી સો ખાસ કરીને શોર્ટ લેન્ગ્ની કુરતી વધારે સારી લાગે છે અવા કંઈક હટકે ટ્રાય કરવું હોય તો ધોતી સો સ્પેઘેટી પહેરી ફ્રન્ટ ઓપન એસિમેટ્રિકલ ટોપ પહેરી શકાય અને ગળામાં એક સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી શકાય. ધોતી સો પગમાં મોજડી અને બ્રાઇટ કલરની ઝોલા બેગ એક અલગ લુક આપશે.