ગેમ ટુ વીનના સીઇઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ એક વખત તેની પત્ની સાથે મુંબઇથી બેંગ્લોર ફ્લાઇટમાં જતા હતા. ત્યારે તેની પત્નીએ કહ્યું કે આ તો ઇન્ફોસિસ વાળા નારાયણ મૂર્તિ જ છે ને ? ત્યારે મૂર્તિએ પાછળ ફરીને કહ્યું ‘યસ’ આલોક કેજરીવાલ નારાયણ મુર્તિને તેના એડમાઇરર માનતા હોવાથી તેમણે તેને સીટ પણ ઓફર કરી પરંતુ તેમણે લીધી નહીં અને થેન્ક્યુ કહ્યું આ ચાર મિનિટની મુલાકાત બાદ તેમને ઘણા સવાલો થયા અને કહેવાય છે ને કે દરેક વખતે જરુરી નથી કે બધુ જ અન્ય જેવું આપણે કરવું. કેજરીવાલ ઘણાવે છે કે મુલાકાતની મારા જીવન પર મોટી અસર થઇ છે.
પરંતુ મારા મનમાં અમુક સવાલ ઉદ્ભવ્યા છે કે નારાયણ મૂર્તિ તેના પોતાના પ્લેનમાં કેમ મુસાફરી નથી કરી રહ્યા ? તે ઇન્ડીગોમાં કેમ આવ્યા ? તે લોકોથી ઘેરાયેલી એરલાઇનમાં શા માટે આવ્યા છે. જો હું તેમનાં સ્થાને હોત તો મારા પોતાના જેટમાં સવારી કરતા કેજરીવાલે ૪ મિનિટમાં શિખ્યુ કે ખાસ બનવાથી કોઇ વ્યક્તિને મહાન હોવાનું જણાવવાની જરુર નથી ઘણી વખત ખાસ વીઆઇપી કરતા સામાન્ય માણસની જીંદગી પણ જીવવી જોઇએ. નારાયણ મુર્તિ આટલી મોટી કં૫નીના ફાઉન્ડર હોવા છતા તેણે તેમના સ્વભાવમાં જરા પણ મોટાપણુ કે અહંમભાવ જોયા નહીં. તેમણે જાણ્યુ કે વાતાવરણને અનુકુળ બનવું વરદાન છે. જ્યારે અધિકારયુક્ત બનવુ અભિશાપ છે.
નારાયણ મુર્તિ તદન સામાન્ય માણસની માફક તેમને નજરે પડ્યા હતા. ફ્લાઇટમાં પણ તેમણે કઇ ખાસ માંગ કરી ન હતી. કેજલીવાલની પત્નીએ જણાવ્યું કે તેઓ ફ્લાઇટમાં પણ તેમની સાથે જ હતા અને સુતા હતા ત્યારે આલોકે પુછ્યુ કે તેણે પહેલા કેમ ન કીધુ તો તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ સુતા હતા માટે તેમને ડિસ્ટર્બ નહતી કરવા માંગતી.