ઘરની અંદરની હવા પ્રદૂષણએ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે તે બહારના હવા પ્રદૂષણ કરતાં લોકોને વધુ અસર કરે છે. આ એટલા માટે છે કારણ કે લોકો તેમના 90% થી વધુ સમય તો ઘરની અંદર વિતાવે છે. પછી ભલે તે ઓફિસમાં રહેતા હોય કે ઘરમાં. તેઓ જાણતા નથી કે ઘરની અંદરની હવામાં કયા પ્રકારના પ્રદૂષકો રહેલા હોય છે. કેટલાક લોકો તેમનાં ઘરમાં અત્તર, અગરબત્તી, રૂમ ફ્રેશનર અને સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરતાં હોય છે. પણ શું તમે જાણો છો કે આ ઉત્પાદનો પણ પ્રદૂષકોથી ભરપૂર હોય છે.
આ વરસાદની મોસમમાં આપણાં ઘરમાં અજીબ દુર્ગંધ આવતી હોય છે. તેમજ આ દુર્ગંધ ઘર અને બાથરૂમમાંથી આવતી હોય છે. આપણે આ દુર્ગંધને દૂર કરવા માટે એર ફ્રેશનરનો ઉપયોગ કરીએ છે. હવે આ વસ્તુ લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે આ એર ફ્રેશનર્સમાં ઘણા રસાયણો હોય છે જે કેન્સર માટે જવાબદાર હોય છે. મોટાભાગના રૂમ ફ્રેશનર્સમાં ફોર્માલ્ડીહાઇડ અથવા નેપ્થાલિન ઘટકોનો ઉપયોગ થાય છે. જે કેન્સર પેદા કરનાર તત્વ ગણી શકાય છે. જ્યારે આ તત્વો ઘરની અંદરની હવામાં ઓગળી જાય છે. ત્યારે તેઓ કેન્સર ઉત્પન્ન કરતા રસાયણો છોડે છે. જો તમે તમારી જાતને અને તમારા પરિવારને કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચાવવા માંગતા હોવ તો કુદરતી એર ફ્રેશનરનો ઉપયોગ કરો. એર ફ્રેશનર ઘરે સરળતાથી બનાવી શકાય છે. જે જંતુઓ અને મચ્છરોને દૂર કરવાની સાથે ઘર અને બાથરૂમને પણ સુગંધિત રાખે છે. કુદરતી રૂમ ફ્રેશનર કેવી રીતે બનાવવું તે વિશે જાણો.
કુદરતી એર ફ્રેશનર બનાવવા માટેની સામગ્રી
- સ્પ્રે બોટલ
- 2 ચમચી મીઠું
- 1 ચમચી સુગંધિત પ્રવાહી સાબુ
- 2 ચમચી સેનિટાઈઝર લવિંગ
- તજ
કુદરતી એર ફ્રેશનર કઈ રીતે બનાવવું :
સૌપ્રથમ તો કાંટાની મદદથી સ્પ્રે બોટલમાં કાણું પાડો. હવે એક બાઉલમાં બે ચમચી મીઠું લો અને તેમાં લિક્વિડ ડિટર્જન્ટ ઉમેરો. જેમાં સુગંધ આવતી હોય. હવે તેની સાથે સેનિટાઈઝર ઉમેરી લો. ત્યારબાદ ચારથી પાંચ લવિંગ સાથે તજનો ટુકડા ઉમેરો. ત્યારબાદ આ તૈયાર કરેલ પ્રવાહીને સ્પ્રે બોટલમાંમાં ભરો. હવે કુદરતી એર ફ્રેશનર તૈયાર છે.
કુદરતી એર ફ્રેશનરના ફાયદાઓ :
કુદરતી એર ફ્રેશનર તમારા શ્વાસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમજ તમારા ઘરને કોઈપણ ખરાબ ગંધથી બચાવવામાં પણ મદદ કરે છે. ફક્ત તેને નાના નિકાલજોગ પ્લાસ્ટિક બોક્સમાં ફેરવો અને તેને ઢાંકણથી ઢાંકીને રાખો. તેની સુગંધ ઘરને ખરાબ ગંધથી બચાવે છે. સાથોસાથ મચ્છર અને જંતુઓને પણ દૂર રાખે છે. તમે આ ઘરે બનાવેલું એર ફ્રેશનર્સને બાથરૂમના ખૂણામાં પણ રાખી શકો છો. આની અસર ત્યાં પણ જોવા મળશે.