વિશ્ર્વભરમાં સિગરેટ અને દારુ માટે કેરિબિયન દેશ પ્રખ્યાત છે. જ્યાં વાઇનમાં એવા અખત્રા કરવામાં આવે છે.જે તમને માનવામાં નહીં આવે અહીં કોન્ડોમમાંથી દારુ તૈયાર કરવામાં આવે છે. જે સાંભળતા તમને થોડુ અજીબ લાગશે પરંતુ આ એક સત્ય છે. ૬૫ વર્ષના ઓરેટેસ એસ્ટેવેજ ઘણા સમયથી આ પ્રકારે વાઇન બનાવી રહ્યાં છે. જો કે લોકોને ઓરેટેસની વાઇન ખૂબ જ ગમે છે. પરંતુ એમ છતાં ઘણાં લોકો તેનો વિરોધ કરી ચુક્યા છે કેરિબિયન મિલિટ્રી છોડી ઓરેટેસે આ બિઝનેસ શરુ કર્યો હતો.
જેમાં તેનો પૂરો પરિવાર તેની મદદ કરતા હતા ખાસ દારુના શોખીનોને આ વાઇન વધુ પસંદ પડી રહી હતી. આ ઉપરાંત ઘરોમાં અને રેસ્ટોરન્ટોમાં પણ તેમની વાઇન ડિમાન્ડીંગ છે. ઓરેટેસ વાઇન બનાવવા માટે દ્રાક્ષ, જામફળ, આદુ અને જસૂદના ફુલની સાથે-સાથે કોન્ડોમનો પણ ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે ફ્રુટ મિક્સને ફરમેન્ટ કરવામાં આવે છે જેની સાથે વિવિધ ફ્લેવર્સના કોન્ડોમ સાથે તેને કવર કરવામાં આવે છે. ફરમેન્ટેશન દરમ્યાન જે ગેસ બને છે. તેનાથી કોન્ડોમમાં રહેલા ફ્લેવર્સ તેમાં ભળી જાય છે. જ્યારે કોન્ડોમ ફુલવાનું બંધ થઇ જાય ત્યારે સમજી જવું કે દારુ તૈયાર થઇ ચુક્યો છે.