બીડી પીવાથી ભારતમાં પ્રતિ વર્ષે અંદાજે છ લાખ જેટલા લોકોના મોત થાય છે જ્યારે ધુમ્રપાનના શોખીનોના સંપર્કમાં આવનાર લોકો ફેફસાનું કેન્સર, હ્રદય રોગ, બ્રોંકાઇટીસ અને અસ્થમા જેવી બિમારીઓની ઝપટમાં આસાનીથી આવે છે.
બીડી પીવાથી દેશને લગભગ 80 હજાર કરોડ રૂપિયા નુકશાન થાય છે. ટોબેકો કન્ટ્રોલ નામના જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ બીડી પીવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે અને લોકોનું સમય પહેલા જ મૃત્યુ થાય છે. આઈ.એ.એ.એન.એસ. અનુસાર બીડી પીવાથી થતું નુકશાન દેશમાં સ્વાસ્થ્ય પર થતા કુલ ખર્ચનાં બે ટકા છે. અહેવાલમાં કહેવામાં આવે છે- ‘સીધી રીતે રોગની તપાસ, દવાઓ, ડૉકટરોની ફી, હોસ્પિટલ, પરિવહન પર ખર્ચ અને સંબંધીઓ લોકોનો ખર્ચ અને પરિવારની આવકને થતુ નુકશાન પણ સામેલ છે.
દેશમાં બીડી ખુબ પ્રચલિત છે. બીડી પીનારા 15 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 7.2 કરોડ છે. તો વળી સંશોધન અનુસાર બીડી પીવાથી 2016-17માં માત્ર 4.17 બિલિયન રૂપિયાનો બગાડ હતો. 2017નાં આ સંશોધનમાં આરોગ્ય સેવા ખર્ચ પર નેશનલ સેમ્પલ સર્વે અને ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેક્ષણના આંકડા સામેલ છે.
અહેવાલના લેખકો અને કેરળના કોચી સ્થિત જાહેર નીતિ સંશોધન કેન્દ્રથી સંબંધિત રિજો એમ. જ્હોન કહે છે કે ‘ભારતમાં પાંચમાંથી લગભગ એક કુટુંબ આ વિનાશકારી ખર્ચનો સામનો કરી રહ્યું છે. તંબાકુ અને તેનાથી શરીરને થનારા નુકસાન પર થતાં ખર્ચાનાં કારણે લગભગ 15 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ખાસ કરીને ગરીબ લોકો ભોજન અને શિક્ષણમાં ખર્ચ નથી કરી શકતા ‘