હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. જો રસી મેળવી લઈશું તો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી કરોના વાયરસની ત્રીજી લહેરથી આપણે બચી શકીશું. પરંતુ હાલ લોકોમાં રસી લેવાથી અસમજન્સ તેમજ ડર જોવા મળી રહ્યો છે. લોકો આ માનસિકતા માંથી બહાર આવે અને રસી મેળવવા માટે આગળ આવે તે હેતુસર સ્થાનિક તંત્ર ઉપરાંત સરકાર અને સામાજિક સંસ્થાઓ પણ મથી રહી છે. આ માટે ઘણા નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક બિરદાવવાલાયક નુસખો સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર તાલુકાના હાથરોલ ગામ પંચાયત દ્વારા અપનાવવામાં આવ્યો છે.
જેમાં લોકોને માટે વેક્સિન લ્યો, અને કર લાભ લ્યો તેવી પહેલ શરૂ કરવામાં આવી છે. હાથરોલ ગામના જે લોકો રસી મેળવશે તેમને માત્ર કોરોનામાંથી મુક્તિ નહીં પણ આ સાથે પંચાયતના તમામ વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવી રહી છે. આ પહેલથી કોરોના રસી લેનાર લોકોને ડબલ ફાયદો થઈ રહ્યો છે. એક તો રસી મળી જ રહી છે ફ્રીમાં અને એમાં પણ પંચાયતના તમામ વેરામાંથી 50% મુક્તિ આપવાની જાહેરાત થઈ છે. જેના પગલે 2000ની વસ્તી ધરાવતા આ ગામમાં ૬૦ ટકાથી વધુ લોકોએ રસીકરણ કરાવી લીધું છે. સરપંચ અમિત પટેલનાં એક આ અનોખા આઈડીયાએ આજે ગામલોકોને કોરોનાથી બચવા રસી લેતા કરી દીધા.
થરોલ ગામમાં વેક્સીનેશન કરાવનાર પરિવારોના 50 ટેક્ષ ગ્રામ પંચાયતે માફ કરી દીધા છે. સામાન્ય રીતે ઘર દીઠ 800 થી 900 રૂપિયા ટેક્ષ વાર્ષિક આવતો હોય છે. ત્યારે એ ટેક્ષ રસીકરણ કરાવનાર પરિવારોનો માફ કરતા લોકોને કોરોનાથી તો રક્ષણ મળ્યું જ પણ સાથો સાથે આર્થિક રીતે પણ ફાયદો થયો છે.
ગામના બાકીના 18 વર્ષથી ઉપરના યુવાનો પણ રસીકરણ શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તો વેક્સિનેશન કરવાને કારણે અન્ય ગામોની સરખામણીએ હાથરોલમાં કોરોના કેસની સંખ્યા નહીવત છે. ત્યારે ગામના સરપંચનાં એક આઈડીયાએ આજે ગામલોકોને કોરોનાથી બચવા રસીકરણ લેતા પણ કરી દીધા છે.