સદીઓથી પ્રચલિત રાવણહથ્થો વગાડવાની કળા મૃત: પાય અવસ્થામાં
સુરેન્દ્રનગરના વૃધ્ધ આજે પણ રાવણહથ્થો વગાડી પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે
સદીઓથી પ્રચલિત રહેલી રાવણહથ્થા વગાડવાની કળા આજે મૃત:પ્રાય અવસ્થામાં જોવા મળી રહી છે. રાવણહથ્થો વગાડવો એ એક અઘણી કળા છે. આ કળાને સાર્થક કરનાર આજે લાકેો રહ્યા નથી ત્યારે સુરેન્દ્રનગરમાં બે વૃધ્ધો આજે પણ આ રાવણહથ્થો વગાડવાની કળા દ્વારા પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
માણસો જ્યારે મોઢામાંથી અવનવા શૂરોનું સર્જન કરતા હોય છે અને ક્યારેક ક્યારેક તો સાચી વાતને ખોટી કરવાની પણ વાતો કરી અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરતા હોય છે અત્યારે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 60 વર્ષથી રાવણહથ્થો વગાડી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોવાનું આ કાકા જણાવી રહ્યા છે ત્યારે તંબુરામાંથી સુર કાઢી અને પોતાના મોઢા વડે પોતે સાથે જીલે છે અને તંબુરો વગાડી અને તેના સુરને જીલાવે છે ત્યારે આ કલા એક સમયમાં શેરીએ ગલીએ જોવા મળતી હતી અત્યારે આ કળા નષ્ટ થઈ રહી છે ત્યારે માત્ર ને માત્ર આજે બે જ વ્યક્તિઓ બચ્યા છે
જે આજે તંબુરો લઇ અને લોકોને દુકાને દુકાને એકાદું ભજન કે સંસ્કારી વાતાવરણ ઊભું થાય તેવું તંબુરામાંથી ગીત વગાડી અને પાંચ 10 કે 25 મેળવી અને આખો દિવસ આ રીતે જ માર્ગો ઉપર તંબુરો વગાડી અને પોતાનું જીવન નિર્વા કરી રહ્યા છે ત્યારે આમની વસાહત જોવા જઈએ તો જીઆઇડીસી માં વસાહત આવેલી છે જેમાં અત્યારે માત્ર બે જ લોકો તંબુરો વગાડી શકે છે તેવું આ કાકા જણાવી રહ્યા છે અને આ કળા ધીરે ધીરે લુક થવા જઈ રહી છે
પહેલાના રાજાશાહી વખતમાં રાજમહેલની બહાર આવા બે તંબુરા વગાડવા વાળા પણ બેસતા હોવાનું તેઓ જણાવે છે અને આવા તંબુરાઓ વગાડી અને જ્યારે ડાયરા હોય ત્યારે પણ તંબુરા નું નિર્માણ થતું અને આજે આ કડા લૂપ થઈ રહી છે અને આ વ્યક્તિ પણ જણાવી રહ્યા છે કે અમારા ગયા પછી આંકડા સાવ નાશ થઈ જશે પરંતુ સવારથી સાંજ સુધી ફરે ત્યારે માંડ ₹200 મળે છે છતાં પણ પરિવાર સંતોષમાને છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે અનેક આવી કળાઓને ગુજરાત સરકાર જ્યારે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ કળા આગળ વધે અને તેમના યુવાનો આ કળામાં જોડાઈ અને આ કળા ને જીવિત રાખે તેવી હાલમાં તેમની માંગણી અંતમાં કરી હતી ત્યારે આ તસવીર સુરેન્દ્રનગર શહેરની રાજ હોટલના બાંકડા ઉપર લેવાઈ હતી અને આજે કળા વિશે બે શબ્દો લખવાનો પણ મોકો મળ્યો ત્યારે તેમના વિશે આ સ્ટોરી બનાવી અને સરકાર તેમની સાથે રાખી અને તેમની કળાને આગળ વધારે તેવી માંગણી કરવામાં આવી છે.