ફેસબુકે ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં એક ખાસ કેમેરો રજૂ કર્યો છે. આ પહેલા પણ કંપનીએ વર્ચ્યુઅલ રિયલિટી કેમરો રજૂ કર્યો છે. એક વાર ફરી નવા નવો વિડીયો કેમરા રજૂ કર્યો છે, જે ખાસ કરીને ૩૬૦ ડીગ્રી વિડિયોઝ રેકોર્ડ કરવા માટે બનાવવમાં આવ્યો છે. એવા વિડીયોઝ મોટેભાગે વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ માટે બનાવવામાં આવે છે.
ફેસબુકનાં નવા કેમરાનો શેપ બોલ જેવો છે, જેમાં ૨૪ લેન્સ લાગેલા છે. તેનું નાનું વર્ઝન પણ છે, જેમાં ૬ લેન્સ લાગેલા હશે. આ પહેલા ૨૦૧૬ માં ડેવલપર કોન્ફરન્સ દરમિયાન જ ફેસબુકે UFO જેવો કેમરો લોન્ચ કર્યો હતો, જે કંપનીની પહેલી રજૂઆત હતી.
આ કેમરામાં શું છે ખાસ?
આ કેમરા સિસ્ટમ દ્વારા વર્ચ્યુઅલ એક્સપિરીયન્સ જેવા કોન્સર્ટ, મ્યૂઝિક અથવા કોઈ પોપ્યુલર જગ્યાઓ પર ફરવાનો અનુભવ વધારી દેશે. જો તમે એકલા છો તો પણ તમારા માટે છે અથવા તમે કોઈની સાથે છો. તેના માટે હેડસેટની જરૂર હશે, જે તમારી પોઝિશનને ટ્રેક કરી શકો.
શું આ કેમરો સામાન્ય યુઝર્સ માટે છે?
આ કોઈ સામાન્ય કેમરો નથી પરંતુ વર્ચ્યુઅલ રિયલિટી કેમરો છે અને તેને ફેસબુક ડાયરેક્ટ યુઝર્સને નહી વેચે. હાલમાં વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટનો કોન્સેપ્ટ નવો છે અને લોકો VR Headset તેથી જ નથી ખરીદતા કારણ કે તેમની પાસે જોવા માટે ખાસ કન્ટેન્ટ નથી હોતો.