હાઉસિંગ ફોર ઓલ
પ્રધાનમંત્રી આવાસ યોજનાહેઠળ ત્રણ વર્ષમાં પપ લાખ મકાનોનું કામ પુર્ણ
પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પુરુ કરવાની ૧૫ ટકા કામગીરી આટોપી લેવામાં આવી છે. હાઉસીંગ ફોર ઓલ અંતર્ગત ૫૫ લાખ મકાનોનું નિર્માણ છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવ્યું છે. જયાર ૨૦૧૫ થી લઇને ૨૦૨૨ એટલે સાત વર્ષ સુધીમાં સરકારનો લક્ષ્ય એક કરોડ મકાનોના નિર્માણ કરવાનો છે. જેને કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
જો કે વિપક્ષ પાર્ટીઓએ અનેક પ્રશ્નો કર્યા હતા. ગત માસે સરકારે શહેરી વિસ્તારના ગરીબો માટે ૧.૧૨ લાખ અફેડિબલ હાઉસના નિર્માણનું કામ પૂર્ણ કર્યુ હતું.
શહેરી વિસ્તાોરમાં કુલ ૫૪ લાખ ૯૫ હજાર ૪૪૩ મકાનો બનાવાય છે. ત્યારે વધુ ૩૦.૪ લાખ ઘરોનું નિમાર્ણ હજુ ચાલુ જ છે. જો કે આ ટાર્ગેટ નાનો હોવાથી તેને પૂર્ણ કરી સરકાર જશ લઇ રહી હોવાની વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરવામાં આવી હતી.
જેમાં ૨૦૨૨ સુધીમાં તમામને ઘરનું ઘર મળી રહે માટે સરકારે આ પ્રોજેકટને ગતી આપી છે. મીનીસ્ટ્રીના અધિકારી રાજીવ જૈને કહ્યું હતું કે, લોકોને ઝડપથી તેના ઘરો મળી રહે માટે નવી ટેકનોલોજી અને પઘ્ધતિઓ વિકસાવવા ઉપર સરકાર ઘ્યાન કેન્દ્રીત કરી રહી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના જરુરીયાત મંદ લોકો માટે ખુબ જ ઉપયોગી બનશે. અમારી સરકારી અને અધિકારીઓ ટાર્ગેટ પુરો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ મિશનની કામગીરી ઉપર નજર રાખવા માટે સેન્ટ્રલ સેન્કશનીંગ અને મોનીટરીંગ કમીટીની રચના કરવામાં આવી છે. અધિકારીઓના ડેટા મુજબ ૪,૩૨૦ શહેરો અને ગામડાઓનો સમાવેશ આવાસ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. દેશભરમાં ૧૧,૨૨૬ પ્રોજેકટોની મંજુરી આ વર્ષ જ આપી દેવામાં આવી છે.
હોમ મીનીસ્ટ્રી ગ્લોબલ હાઉસીંગ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજી બનાવવા માંગે છે. તેથી બાંધકામ અને સુવિધાઓ માટે પરવળે તેવી કિંમતોમાં મકાનોનું નિર્માણ કરી શકાય. આવાસ યોજના મુજબ અરજદાર કોઇપણ દેશમાં પોતાના નામનું મકાન ધરાવી શકે નહીં.
પ્રધાનમંત્રી આવાસ યોજના ચાર પાયદામાં વિભાજીત કરવામાં આવી છે. જેના અતર્ગત સરકાર અર્ફોકેબલ હાઉસીંગનું પણ નિર્માણ કરી રહી છે. પ્રોજેકટમાં કુલ ર લાખ ૯૬ હજાર ૯૧૭ કરોડના રોકાણો કરવામાં આવ્યા છે. જેમાં ગત માસે અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે.