અંતે સરકારની જીત!!!
રૂપીની તરલતામાં વધારો થવાથી વિકાસના દ્વાર ખુલશે
ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલતા મતભેદોનો અંત આવી ગયો છે. ઘણા અહેવાલ આવતા હોવા છતાં ‘અબતક’ મિડીયાએ કેન્દ્ર અને રિઝર્વ બેન્ક વચ્ચે મળનારી બેઠક પૂર્વે જ લખી ગયા હતા કે, બેઠકમાં નકકર ફેંસલો આવી જશે અને બજારમાં જે તરલતાનો મુદ્દો હતો.
તે બજારમાં સહેજ પણ તરલતા નથી જે વેતણી પણ કેન્દ્ર સરકારે પાર કરી લીધી છે. કયાંકને કયાંક ૨૦૧૯માં કેન્દ્ર સરકારે વિકાસની વેતરણી પાર કરી મોદી સરકારે રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયાને દોડતો કરી દીધો છે. બજારમાં ૪ લાખ કરોડ આવતાની સાથે જ તરલતામાં વધારો થશે અને રૂધાયેલા વિકાસનાં દ્વાર ખુલશે એટલે એમ કહી શકાય કે રીઝર્વ બેંક સામે સરકારની ખુબ જ મોટી જીત થઈ છે.
બેઠકમાં લેવાયેલા નિર્ણયની વાત કરીએ તો લઘુ ઉધોગો અને નબળી બેન્કોની સ્થિરતામાં ખુબ જ વધારો થશે. બેઠકમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, જે નાના ઉધોગ છે તેને જે લોન આપવામાં આવી હોય છે તેના માળખાને સુધારાશે. જેથી લઘુ ઉધોગોની સ્થિતિમાં સુધારો આવે, જેથી બેન્કોને જે કેપીટલની જરૂરીયાત ઉભી થતી હોય તે નહીં થાય અને સાથો-સાથ બેન્કોને લેન્ડીંગ કરવામાં વેગ પણ મળશે.
જયારે બીજા મહત્વપૂર્ણ મુદાની વાત કરીએ તો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલું રીઝર્વ રાખવું જોઈએ તે માટે એક કમિટીનું ગઠન કરવામાં આવશે. જેમાં સરકાર પણ ભાગ લેશે અને રિઝર્વ બેંકને મદદ કરશે. જયારે અત્યારસુધી રિઝર્વ બેન્ક પોતાની રીતે રિઝર્વ રાખવા માટે નિર્ણય લેતી હતી જે હવે સરકારને સાથે રાખીને લેવો પડશે.
જેથી અનેકવિધ મુદાઓને લઈ બેંકો એક તરફી અથવા તો પોતાની સુઝથી નિર્ણય લેતી તે હવે નહીં થાય અન રિઝર્વ બેંકે આ પ્રકારનાં ઈસ્યુઝમાં સરકારની મદદ લેવી ફરજીયાત બનશે. બેઠકમાં સર્વાનુમતે આ તમામ મુદાઓને સ્વિકારવામાં આવ્યા હતા. સવિશેષ વાત કરીએ તો જે નબળી બેંકો છે તેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે અને તેને બેઠી કરવામાં આવશે.
જેથી સિસ્ટમમાં વધુને વધુ રૂપિયો ફરે જેથી તરલતા જળવાઈ રહે. બેઠક દરમિયાન જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં સ્વતંત્ર ડાયરેકટરો છે તેને સરકારની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, માર્કેટમાં જેટલો વધુ ક્રેડિટ ફલો હશે તેટલી તરલતામાં વધારો થશે. જયારે મધ્યમ ઉધોગો માટે પણ રિઝર્વ બેંક ક્રેડિટમાં વધારો કરવાનું સુચવ્યું હતું જેથી મધ્યમ ઉધોગ પણ મહત્વનું પાસુ ધરાવે છે વિકાસમાં.
ઘણા ખરા ડિરેકટરોએ અનુકુળ અને સમાધાનકારી વાતાવરણ હોવાનો દાવો કર્યો હતો. મોટાભાગનાં જે ડિરેકટરો છે તેઓએ આરબીઆઈને ક્રિડી પ્રવાહમાં સુધારો કરવા જેવા મુદાઓને વળગી રહેવા માટે દબાણ કર્યું હતું. બોર્ડની બેઠકમાં નિર્ણયો આરબીઆઈની સ્વાયતતાને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જયારે સરકારમાં દરખાસ્તો હાથ ધરવામાં આવે તેની ખાતરી કરવામાં આવે છે. બોર્ડ મીટીંગમાં એમએસએમઈ માટેના પેકેજ સાથે છેલ્લો સમય સમાપ્ત થયો હતો. કહી શકાય કે ટુંક સમયમાં લોનની પુન:રચનાની યોજના પર એક કરાર થયો હતો જેની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
જયારે આરબીઆઈનાં નિવેદનમાં એમએસએમઈ માટે રાહત અંગેનો નિર્ણય બોર્ડની સલાહ પર લેવામાં આવ્યો હતો તે સ્વિકારીને સામનો કરેલા પ્રતિકાર માટે સુચન કર્યું હતું. બોર્ડે એવી પણ સલાહ આપી હતી કે આરબીઆઈ રૂ.૨૫ કરોડ સુધીની ક્રેડિટ સવલતો એમએસએમઈને ઋણધારકોને આપે.
બોર્ડ આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા સરકાર માટે એક શોટ તરીકે આવે છે. જે આરબીઆઈમાં કલબ નિર્ણાયક દ્વારા નિર્ણય લેવામાં આવે છે. રાજયોમાં મુડી સંરક્ષણ સહિતનાં અનેકવિધ મુદાઓને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બોર્ડના નિર્ણયથી આગામી વર્ષમાં બેંકો રૂપિયો ૪ લાખ કરોડ સુધી ધિરાણ કરવામાં મદદ કરશે અને તે એક પગલું તરીકે જોવામાં આવશે જે વૈશ્વીક અનિશ્ચીતાની પૃષ્ઠભૂમિ સામે વ્યવસાયો માટે જીવનશૈલીને પ્રદાન કરશે.
રૂપિયાની તરલતાને માર્કેટે વધાવી લીધુ: ભારતીય રૂપિયો ૭૧.૪૫એ પહોંચ્યો
કેન્દ્ર અને રિઝર્વ બેંકની બેઠક બાદ રૂપિયોની સ્થિતિ પણ સુધરી હતી. આજે ભારતીય રૂપિયોયો ૧૯ પૈસા વધીને ૭૧.૪૫ ડોલર પર બંધ રહ્યો હતો. જે સપ્ટેમ્બર ૪ થી ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉનાં સત્રમાં એનએસઈમાં ડોલર અને રૂપિયોનો આંક ૭૧.૬૩ હતું. ત્યારે યુએસ ડોલર અને ભારતીય રૂપિયોયો ઉંચા સ્તરે પુરવઠા દબાણને પહોંચી વળવાની અપેક્ષા રાખે છે.
જયારે સેન્સેકસની વાત કરવામાં આવે તો સેન્સેકસ ૩૫૭૭૪.૮૮ અંકે બંધ રહ્યો હતો. જયારે આજે ૩૫,૭૩૦.૭૭ અંકે ખુલ્યો હતો. દેખીતી રીતે આરબીઆઈએ વિગતવાર દ્રષ્ટિકોણ રજુ કર્યું છે. બેઠકમાં જે બે સૌથી વિવાદાસ્પદ મુદાઓએ રહ્યા હતા કે ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક અને પીસીએ ફ્રેમવર્કને સરળ બનાવવું. આ બાબતને વધારાની ચર્ચા સંદર્ભિત કરવામાં આવ્યું હતું ત્યારે કહી શકાય કે માર્કેટમાં તરલતામાં વધારો થતા જ માર્કેટની પરિસ્થિતિમાં ખુબ જ સુધારો જોવા મળશે અને જે ઉધોગો છે તે વેગ પણ વધુ મળશે.