નાણાંપ્રધાન અરુણ જેટલીએ શુક્રવારે કહ્યું હતું કે ખરાબ લોનના કિસ્સામાં 2017-18 દરમિયાન 6 હજારથી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સંસદમાં લેખિત જવાબમાં જેટલીએ કહ્યું હતું કે નબળાઈઓના કારણે આપવામાં આવેલી લોનના કિસ્સામાં જવાબદાર અધિકારિઓ સામે સસ્પેન્શન, ફરજિયાત નિવૃત્તિ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 2017-18 માં 6,049 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂલોની ગંભીરતાને આધારે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.
પંજાબ નેશનલ બેન્ક સહિત 19 રાષ્ટ્રીયકૃત બેંકોએ આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 21,388 કરોડનું નુકશાન થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ નુકસાનની રકમ 6861 કરોડ હતી.