સ્મશાનમાં અગ્નિદાહ માટે ઉપયોગમાં લેવાતા છાણાની તંગી હોવાથી હવે ગોપી મંડળની બહેનો સેવા આપશે
લખતર માં સર્વ હિન્દૂ જ્ઞાતિ નું સ્મશાન આવેલું છે આ સ્મશાનમાં છેલ્લા ઘણા વર્ષ થી શબ ને અગ્નિદાહ આપવા માટેના છાણા ની તકલીફ પડતી હતી અને છાણા ઘરે ઘરે લેવા જવું પડતું હતું આથી લખતર સમશનમાં ઘુન કરવા આવતી મહિલાઓના મન માં વિચાર આવ્યો કે આપણે જ લખતર પાંજરાપોળ માંથી છાણ લાવી સ્મશાન માંજ છાણા થાપી એ તો લખતર સ્મશાન માં અગ્નિદાહ આપવા આવતા લોકોને અને જેમના ઘરનું સભ્ય મરણ પામ્યું છે તેમને તકલીફના પડે અને સ્મશાન માંજ છાણા મળી રહે આથી લખતરના સેવાભાવી બુજર્ગ ની મદદ થી લખતર પાંજરાપોળ માંથી બે ટ્રેકટર છાણ લાવી છાણા સ્થાપી અપના હાથ જગનનાથ ની કહેવત યથાર્થ ઠેરવી લખતર ના લોકોને પડતી તકલીફ દૂર કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો
આ કાર્ય માં લખતર ગામની ગોપી મંડળની મહિલાઓએ ભાગ લઈ યથાશક્તિ ભાગ લીધો હતો અને લખતર પાંજળાપોળે છાણા માટે નુ છાણ પુરૂ પાડતા ગોપી મંડળ ની મહિલા ઓ એ સ્મશાન માજ છાણા બનાવી દઇ ને સેવા નુ ઉમદા કામ કરેલ છે