કાલાવડ, ઉના, વેરાવળ, સોમનાથ, ધોરાજી, ખંભાળીયા, દામનગરમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવનો લાભ લેતા સૌરાષ્ટ્રવાસીઓ: કયાંક ઐતિહાસીક પાત્રોની વેશભૂષા તો ઘણી જગ્યાએ મહાઆરતી, હવન, પુજાના આયોજનો
રાજકોટ જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી મહોત્સવની રંગત જામી ચૂકી છે. લોકો મનભરીને પ્રાચીન અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબીમાં બાળાઓને ગરબે ધૂમતી નિહાળવાનો આનંદ માણી રહ્યા છે. વિવિધ શહેરો જેવા કે કાલાવડ, ઉના, વેરાવળ, સોમનાથ, ધોરાજી, દામનગર, ખંભાળીયાના માઈ ભકતો ર્માં જગદંબાની આરાધનામાં લીન બન્યા છે.
પ્રાચીન ગરબીઓમાં મહિષાસૂર રાસ, હિંડોળા રાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ઘણી જગ્યાએ રા’નવઘણ, જેસલ જાડેજા જેવા ઐતિહાસીક પાત્રો ભજવતા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વેરાવળ
સોમના ટ્રસ્ટ દ્વારા સરદાર ચોક સોમના મંદિર ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરેલ. જેમાં સોમના ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ, સનીકો તા યાત્રીકો દ્વારા આદ્યશક્તિ માં અંબાની આરતીથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ચીરાગ સોલંકી તથા સાથીવૃંદ દ્વારા ઉપસ્થીત સૌ ને ગરબાના તાલે મંત્ર મુગ્ધ કર્યા હતા. સ્થાનીકો તેમજ યાત્રીઓ આ રાસોત્સવનો લ્હાવો લીધેલો હતો. ખેલૈયાઓએ વિવિધ શૈલીના ગરબાના તાલે પારંપરીક પરિધાનમાં ઝુમી ઉઠ્યા હતા. કાર્યક્રમ પુર્ણ થયે ચીરાગ સોલંકી તથા સાથી વૃંદનું જનરલ મેનેજર તેમજ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
દામનગરદામનગર શહેર માં એક સો વર્ષ જૂનૂ ગરબી મંડળ પુરબીયા શેરી દ્વારા ભવાઈ મંડળનું મુક્ત નિર્દોષ મનોરંજન ખડખડાટ હસાવતા પાત્રો વિવિધ પ્રાચીન ઇતિહાસની સત્ય ઘટના ઓ ને જીવંત રાખતા પુરબીયા શેરી ગરબી મંડળ યુવાનો વેશભૂષા સો રાંનવઘણ, શાણી વિજાનંદ, સત્યવાન સાવિત્રી, રાજા ભરરી, જેસલ જાડેજા, સહિતની સત્ય ઘટના આધારિત સુંદર મુક્ત મનોરંજન ભજવતા પૂતબિયા શેરી ગરબી મંડળ ખાતે શહેર માં થી ખૂબ મોટી સંખ્યા માં લોકો આ મનોરંજન માણવા કલાકો સુધી ઉભા રહી ને મનોરંજન માણે છે અકડેઠઠ જનમેદની પુરબીયા શેરી ખાતે નવરાત્રી જોવા ઉમટી પડે છે અબાલ વૃદ્ધ બાળકો સહિત નાના મોટા સૌ કોઈ નિર્દોષ મનોરંજન મણિ ભારે ખુશી અનુભવે છે.
સાવર કુંડલા ખાતે શ્યામ સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજેર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રમુખ તેમજ શ્રી શ્યામ સેના પ્રમુખ ગોવિંદભાઇ પરમાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ મા ઉપસ્તિ રહેલ પ્રાંત અધિકારી પ્રજાપતિ ચાવડા, બોરીસાગર તેમજ આમત્રીક મહેમાનો વિષેશ ઉપસ્તિી રહી હતી અને આ શ્યામ સેના દ્વારા અયોજીત નવરાત્રી મહોત્સવ માં ખેલૈયા ઓ મન મૂકી ને નાચી ઝૂમી ઉઠ્યા છે અને ખેલૈયા ઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખંભાળીયાખંભાળીયામાં બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આયોજીત શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે.જેમા ૩૦ થી ૩૦ થી ૪૦ જેટલી બાળાઓ દરરોજ જુદા જુદા પહેરવેશ સાથે માતાજીના રાસ ગરબા રજૂ કરે છે. ગરબી મંડળ દ્વારા બાળાઓ પાસેકોઈ ફી વસુલવામાં આવતી નથી જેને બદલે બાળાઓને નાની મોટી લ્હાણીઓ ગરબી મંડળ તેમજ દાતાઓનાં આર્થિક સહયોગથી આપવામાં આવે છે.
આશાપુરા ગરબી મંડળમાં પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓના સહકારથી આ ગરબીનું અને‚ આયોજન કરી બાળાઓને ગરબા રમાડવામાં આવી રહ્યા છે. આ ગરબીનાંમુખ્ય આયોજક ઉપેન્દ્ર માનસંગ ધાવડા સહિતના કાર્યકરોની રાહબારી હેઠળ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ધોરાજીધોરાજીમાં રામ મંદિર ચોક ભાકુંભાજીપરા વિસ્તારમાં ગોંડલ સ્ટેટ વખતની ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચારસોી વધારે ભૂલકાં ઓ ગરબા રમી રહયાં છે આ ભૂલકાં ગરબી દાતાઓના અપાર સહયોગ અને આજુબાજુના વિસ્તાર માં રહેતાં લોકો નાં સહયોગી આ ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે માતાની આરાધના માં ભૂલકાં ઓ રાસ ગરબા રમે છે.
આ ભૂલકાં ગરબી માં રોજેરોજ અલગ અલગ પ્રકારની લ્હાણી પણ ભૂલકાં ઓને આપવામાં આવે છે અને આ ભૂલકાં ગરબી નાં આયોજક એવાં અરવિંદ કાપડિયા અને તેમનાં કાર્યકર્તા ઓના આરત મહેનત અને ભારે મહેનતી આ ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે.
કાલાવડકાલાવડમાં મેઇન બજાર ખાતે કનૈયા ગૃપ મિત્ર મંડળ આયોજીત ગરબીમાં પાંચમાં નોરતે નાંઢા પાયલ,મહેતા સ્નેહા,સંઘાણી એંજલ,વોરા ઇશિકા,ગોહેલ મહેક,ઉદેશી હેત્વી,ઉદેશી નેત્રા,ભટ્ટ ઉર્વા,ભટ્ટ નંદિશા,પાડલીયા માહિ,સંપટ વિધિ,પંડ્યા માહિ,કમાણી કાવ્યા,ખંભાયતા પ્રિયાંશી,દોશી શ્વેતા,જાડેજા ઓમસ્વરીબા,રુડકિયા તૃષ્વી,લગધિરકા માનસી,કમાણી હીર,પંચોલી ખુશી,મકવાણા જાન્વી,નિમાવત શ્રેયા,ટંકારીયા નેહા,ગોસ્વામી જાન્વી,ગોહેલ શેફાલી,પિઠડીયા ખ્યાતી માં આધ્યશક્તિની આરાધનામાં ગરબે ઘુમી હતી.
ઉનાભૂતલદાદા ગરબી મંડળ દ્વારા આયોજિત એ.સી ગૃપ ચોે નોરતે ઉના ના પ્રખ્યાત રાજ ગ્રુપ દ્વારા દાંડિયા કોચિંગ ક્લાસ નો લેડીઝ તા જેન્ટ્સ બંને માં પહેલો નંબર મેળવી અને રાજ ગરબા કલાસીસ (રાજ ગ્રુપ)નું નામ રોશન કારેલ અને ભૂતળા દાદા ગરબી મંડળ ચાહકો નો ઉત્સાહ વધાર્યો હતો.