ઠેર-ઠેર ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની હારમાળા: દુંદાળા દેવની મહાઆરતીમાં ભાવિકો ઉમટયા

રાજકોટ શહેર ભાજપની ગણપતિ મંગલ મહોત્સવ સમીતી દ્વારા રેસકોર્સ ઓપન એર થિયેટર કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ રાત્રે ૯ કલાકે ઓસમાણ મીર અને સાથી કલાકારો ‘મન મોર બની થનગાટ કરે’ સંગીતસભર કાર્યક્રમ દ્વારા શ્રોતાઓને ડોલાવશે. ગઈકાલે મહોત્સવના ૭માં દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયાએ ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાઆરતીનો અનેક સમાજે લાભ લીધો હતો. ઉપરાંત વાનગી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા-૫૬૯ના ઈન્ચાર્જ નીતિન ભારદ્વાજ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને માજી ધારાસભ્ય રમેશભાઈ ‚પાપરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠલ મહોત્સવ યોજાઈ રહ્યો છે.ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયાએ ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, ભાજપ અગ્રણી અશ્ર્વીન પાંભર, મનુભાઈ વઘાસીયા, લાલાભાઈ મીર ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત ગઈકાલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કથક નૃત્ય સાથે જોડાયેલા તથા ઘણા બધા એવોર્ડથી સન્માનિત પલ્લવીબેન વ્યાસની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટની જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ આપી હતી.આ વિશે પલ્લવીબેને જણાવ્યું હતું કે, રાજકોટ ભારતીય જનતા પાર્ટી આયોજીત ગણપતિ મહોત્સવમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મારા વિદ્યાર્થીઓએ કેટલીક કૃતિઓ રજુ કરી હતી. જેમાં ગણપતિ વંદના, જગદંબા સ્તુતિ, ડમ‚, શિવવંદના ત્યારબાદ ક્રિષ્નવંદના અને અંતમાં સુફી સંગીત પર આધારીત કૃતિનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે આપણી લુપ્ત થતી જતી આપણી શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય લુપ્ત થતી જાય છે તેમ જણાવ્યું હતું અને એવા વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે બદલ આભાર પણ માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.