રાજકોટના ઉપલેટામાં રહેતા અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાની ઉંમર 126 વર્ષ છે. તેઓ દેશ અને દુનિયાની સૌથી વયોવૃધ્ધ મતદાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અજીબેનને મતદાન કરવાનો અનેરો ઉત્સાહ છે તેમના ચૂંટણી કાર્ડમાં 1-1-2007ના રોજ તેમની ઉંમર 116 વર્ષ દર્શાવાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ ઉપલેટા બૂથ લેવલ અધિકારીને અજીબેનના ઘરે મોકલી તેમની ઉંમરની ખરાઇ કરાવી હતી.
126 વર્ષની ઉંમર ધરાવતા અજીમા હજુ પણ ખડેધડે છે. તેમણે ક્યારેય દવાખાનું જોયું નથી. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢીએ 65 અલગ અલગ સભ્યોનો એક વિશાળ પરિવાર ધરાવતા અજીમાને તેમના જન્મ વિશે પૂછતા ફટ કરતા કહ્યું હતું કે, છપ્પનીયા દુષ્કાળ વખતે હું 8-12 વર્ષની હતી.