ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અંડર-19 ટી20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. સ્કોટલેન્ડ સામે ગ્રૂપ સ્ટેજની અંતિમ મેચમાં ભારતીય ટીમે સ્કોટલેન્ડને 85 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે શફાલી વર્મા અને સોનિયા મહેડિયાની જલ્દી વિકેટ ગુમાવ્યા બાદ ગોંગડી ત્રિશા અને રિચા ઘોષની પાર્ટનરશીપની અને શ્વેતા સેહરાવતની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમ્વાઈ 151 રન બનાવ્યા હતા અને સ્કોટલેન્ડની ટીમને જીતવા 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

બોલ સાથે પણ ભારતની શરૂઆત નબળી રહી હતી, પરંતુ એકવાર સ્પિનરો આક્રમણમાં સામેલ થયા પછી પાછળ વળીને જોવું પડ્યું ન હતું. મન્નત કશ્યપ, અર્ચના દેવી અને સોનમ યાદવની સ્પિન ત્રિપુટીએ મળીને તમામ દસ સ્કોટિશ વિકેટો લીધી હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો પરંતુ ઓપનર અને ટીમની કેપ્ટન શ્રીફાલી વર્માને બીજી જ ઓવરમાં આઉટ થઈ જતા ભારતીય ટીમ ઉપર પ્રેશર ઊભું થયું હતું.

સુપર સિક્સમાં ભારતીય ટીમની એન્ટ્રી તથા જ ટીમ હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવશે. સેમી ફાઇનલ અને ફાઇનલમાં જીત મેળવવા માટે ભારતીય ટીમ એ વધુ મહેનત કરવી પડશે અને બેટિંગની સાથે બોલિંગમાં પણ ટીમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.