સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો વિવાદ નહીં પરંતુ સંવાદના સિદ્ધાંત પર વધુ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સિન્ડિકેટનું કોરમ હજુ પૂર્ણ નથી થયું એ પહેલાં આજે યુનિવર્સિટીની સિન્ડિકેટ એકડમિક કાઉન્સીલમાં ક્યાં બે સભ્યો નિમવા તેની નિમણુંક કરશે. જો કે હજુ સુધી કોઈ સંકલનની મીટીંગ પણ મળી નથી એટલે સિન્ડિકેટમાં કોઈ વિવાદ થાય તે પહેલા જ ‘સિન્ડિકેટ’ બોલાવીને ક્યાં બે સભ્યોને કાઉન્સિલમાં મુકવા તે સંવાદના સિધ્ધાંત પર ચાલી નક્કી કરી નાખવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
વિવાદ નહીં સંવાદના સિદ્ધાંત પર ચાલી રહી છે યુનિવર્સિટી
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત સિન્ડિકેટની ચૂંટણી બિનહરીફ થઈ છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે રીતે સરકાર નિયુક્ત 4 સભ્યો સિન્ડિકેટમાં આવ્યા છે. તે પ્રમાણે જ જો એકેડેમિક કાઉન્સિલમાંથી સિન્ડિકેટમાં બે સભ્યો આવે તો જ સિન્ડિકેટની પેનલ પુરી થાય. જો કે ઇતિહાસમાં પ્રથમ વાર પહેલક સિન્ડિકેટ ટુ એસીના બે સભયોની નિમણુંક આજે કરવામાં આવશે.
જો કે હજુ એકેડેમિક કાઉન્સિલ ટુ સિન્ડિકેટ માટે પણ કોઈ ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી ત્યારે ઉલટી ગંગાની જેમ હવે જે રીતે સિન્ડિકેટ ટુ એસીના સભ્યોની નિમણુંક કરવામાં આવી રહી છે યુનિવર્સિટી શોર્ટકટ અપનાવવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ક્યાં ઉમેદવારોને એસીમા સમાવવા અને કોને નહીં તે માટે હજુ સુધી કોઈ જ સંકલનની મીટીંગ મળી નથી. ત્યારે આજે સિન્ડિકેટ પહેલા જ સિન્ડિકેટ ટુ એસીમાં કોને મુકવા તેની બંધ બારણે ‘સિન્ડિકેટ’ મળશે અને નામો નક્કી થઈ જશે.
આ માટે નેહલ શુક્લા, ભરત રામાનુજ, વિમલ પરમાર અને મહેશ ચૌહાણના નામની શક્યતા છે જો કે હવે વિવાદ નહીં પણ સંવાદના આધારે કોણ બે સભ્યો નિમવામા આવે તેની સૌ કોઈ રાહ જોઈ બેઠા છે.
ઉપરાંત અકેડમિક કાઉન્સિલ ટુ સિન્ડિકેટ માટે પણ નિલાંબારી દવે, કલધાર આર્ય, પ્રતાપસિંહ ચૌહાણ અને રાહુલ મહેતાના નામની ચર્ચા ચાલી રહી છે . જો કે હજુ તો ચૂંટણીનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં મનગમતા ને મૂકી વિવાદ ટાળવા માટે પહેલા સિન્ડિકેટ ટુ એસીનો આજે ફેંસલો થશે.