ધારાસભ્ય લલિતભાઈ કગથરા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વોર્ડ નં.૧૦નાં કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાની ગ્રાન્ટમાંથી જલારામ પ્લોટ-૧ વિસ્તારમાં આવેલ બાલમુકુંદ પ્લોટ, નવિનનગર, ઉમિયા પાર્ક વિગેરે વિસ્તારોમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો સજજનસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ દોશી તથા ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પ્રદેશ મહિલા કોંગી પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગી અગ્રણીઓ પ્રદિપભાઈ ત્રિવેદી, યુ.વી.સાણજા, ચતુરભાઈ પીપળીયાના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ કોંગી અગ્રણીઓ યોગેશભાઈ પટેલ, અશોકસિંહ વાઘેલા, શહેર મહિલા કોંગી પ્રમુખ મનીષાબા વાળા, ફરિયાદ સેલના કન્વિનર આશીષસિંહ વાઢેર, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, જીતુભાઈ ગોડા, હિતેષભાઈ મહેતા, પત્રકાર મહેશભાઈ શાહ, વિનોદભાઈ ડઢાણીયા, રાજુભાઈ માકડીયા, અભિજીતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.