જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલામાં 44 જવાન શહીદ થવાની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલેવડોદરા રેલવે સ્ટેશન પર આરપીએફ, રેલવે પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસ એલર્ટ હોવાથી આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા લોકોને ડર ન રાખવા માટે જણાવવામાં આવ્યું છે. અને સાથે જ રેલવે સ્ટેશન પર કે બીજે ક્યાંય પણ કોઇ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટેની અપીલ કરી છે. જેથી કરીને પોલીસ જરૂરી એક્શન લઇ શકાય.
વડોદરા શહેરના એસ.ટી. બસ ડેપો ખાતે સયાજીગંજ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું હતું.