બહોળી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો હાજર રહ્યા: સમાજની એકતા-અખંડતા જળવાઈ રહે તે માટે ર્માં ખોડલને પ્રાર્થના કરાઈ.
કાલાવડ તાલુકાના નિકાવા ગામે ખોડલધામ સમિતિ-નિકાવા તથા લેઉવા પટેલ સમાજ-નિકાવા આયોજીત નિકાવા ગામના લેઉવા પટેલ સમાજના પરીવારો તથા નિકાવા ગામના અને બહારગામ વસવાટ કરતા લેઉવા પટેલ સમાજના પરીવારજનોનું ભવ્યથી અતિભવ્ય અને શાનદાર હજારોની ભાઈઓ-બહેનોની બહોળી સંખ્યામાં નિકાવા ખાતે ગત તા.૨૪ને શનિવારના સાંજના ૮:૩૦ કલાકે નુતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જે લેઉવા પટેલ સમાજ આયોજીત સ્નેહમિલન માત્ર ને માત્ર સમાજની એકતા-અખંડતા જળવાઈ રહે તેમજ નવા વર્ષમાં સમાજના પરીવારજનો નિરોગી અને તંદુરસ્ત રહે તેમજ માર્ં ખોડલ સમગ્ર સમાજને દીર્ઘાયુ બક્ષે તેવા હેતુથી ર્માં ખોડલને યાદ કરી આ સ્નેહમિલન સમારોહની શરૂઆત સમગ્ર પરીવારના આગેવાનો તેમજ પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા દિપ-પ્રાગટય કરી ર્માં ખોડલની મહાઆરતી કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં સમગ્ર પરીવારજનો અને પધારેલા આમંત્રિત મહેમાનોનું નિકાવા ખોડલધામ ઝોન ગ્રુપના કાર્યકર્તા દિનેશભાઈ સાવલીયાએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. ત્યારબાદ પધારેલા સમાજના રાજકીય-સામાજીક આગેવાનો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલ હતું. જેમાં નિકાવા જીલ્લા પંચાયત સીટના સદસ્ય જે.પી.મારવિયાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલ હતું.
ત્યારબાદ નિકાવા ગામના યુવા અને જોષીલા સરપંચ રાજુભાઈ મારવિયા કે જેઓએ આ સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા એડી-ચોટીનું જોર લગાડી તમામ પ્રયાસો કરી સમારોહને સફળ બનાવવા અતિ પ્રયાસો કરી ચુકેલા. આ નિકાવા લેઉવા પટેલ સમાજના યુવા આગેવાને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે લેઉવા પટેલ સમાજ સરકારની અનેકવિધ ખુબ જ ઉપયોગી સરકારી સહાય લેવામાં કેમ નાની અનુભવે છે.
અથવા તો યોજનાની માહિતી નથી તો તેઓએ હાંકલ કરી કે આપણા સમાજને મળતી જે કઈ સરકારી યોજનાઓ છે તેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ અને જરૂર પડે ત્યાં અમો આગેવાનનું માર્ગદર્શન લઈ સમાજ આગળ વધે અને વધુમાં જણાવેલ કે ખેડુતો પોતાના સીમવાડીમાં પરપ્રાંતિય મજુર કે ભાગીયું જમીન વાવવા આપે છે તેઓનું આઈડીપ્રુફ લઈને ગ્રામ પંચાયત કે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવે કે જેથી ભવિષ્યમાં કોઈ એવી દુર્ઘટના ન સર્જાય કે ખેડુત પોતે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય.
આ કાર્યક્રમમાં વશરામભાઈ ચોવટીયા, મહિલા સમાધાન પંચની બહેનો, રાહુલભાઈ, લાખાભાઈ વેકરીયા, વિઠ્ઠલભાઈ સખીયા, સવજીભાઈ પટેલ, રાજુભાઈ મારવિયા, જે.પી.મારવિયા, માવજીભાઈ સાવલીયા, રાઘવભાઈ તાડા, કેશુભાઈ બોઘરા, રમેશભાઈ ગમઢા, વિનુભાઈ રાખોલીયા, રણછોડભાઈ રામોલીયા, નિલેશભાઈ ગમઢા, દિનેશભાઈ સાવલીયા, ભાવેશભાઈ વિરડીયા, કૌશિકભાઈ ગમઢા, ભીખાબાપા મારવિયા, રમેશભાઈ મારવિયા, લાલજીભાઈ મારવિયા, સુરેશભાઈ ગમઢા, મનુભાઈ રાંક, સુરેશભાઈ ગઢીયા, ધીરજભાઈ તારપરા, જગદીશભાઈ બુસા, વિશાલ રામાણી, ધવલભાઈ ગમઢા, આકાશ ગમઢા, યોગેશભાઈ વરસાણી, હિતેશભાઈ શિંગાળા, મહેન્દ્રભાઈ સાવલીયા, મનુભાઈ સાવલીયા, પિયુષભાઈ ગમઢા, જયેશભાઈ ગમઢા, નિકુંજ મેનપરા, હરસુખભાઈ, ગોવિંદભાઈ સાવલીયા, વિનુભાઈ વરસાણી, અશોકભાઈ સોરઠીયા, વિપુલભાઈ મારવિયા સહિતના સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.