રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે હેતુસર સુજલામસુફલામ જળસંચય અભિયાનનો આરંભ કરાયો છે. આ અભિયાનને લોકભાગીદારી સાથે જોડી જળશક્તિને જનશક્તિના ઉત્થાન માટે લઇ શકાય તે કાર્યને આગળ વધારવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લીંબુડા ગામ ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાના કામનો શુભારંભ કરવામાં આવેલ હતો.
આ કાર્ય સરકાર અને સુઝલોન ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અમલીકરણ સંસ્થા સ્વ.જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોડીયા તાલુકાના લીંબુડા ગામે સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખારાવાળુ તળાવ ઉંડુ ઉતારવા માટેનો શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં સુઝલોન ફાઉન્ડેશન દ્વારા પચાસ હજાર રૂપિયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com