જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયાએ મંડળના પ્રમુખનું સન્માન કરી બહેનોને ભંડોળનું વિતરણ કરાયું

વેરાવળ તાલુકાના ઈણાજ ગામે મીશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સાવત્રી સખી મંડળને ૧૦ વર્ષ પૂર્ણ થઈ આવતા દશાબ્દીની ઉજવણી કરવામાં આવેલ. આ દશાબ્દી ઉજવણી પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા તથા મંત્રી યાસમીનબેન ચૌહાણ તથા વેરાવળ મહિલા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞાશાબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળના પ્રમુખ કાજલબેન ભજગોતરને સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ મંડળએ ઉભું કરેલ ભંડોળ રૂ.૧,૭૬,૦૦૦ આ મંડળની ૧૪ મહિલાઓને સરખે હિસ્સે રોકડ સ્વરૂપે ઉષાબેન કુસકીયાના વરદ હસ્તે ચુકવવામાં આવેલ હતા.

આ તકે સાવત્રી સખી મંડળની બહેનો કાજલબેન ભજગોતર, ગંગાબેન બામણીયા, રાણીબેન રાઠોડ, જયાબેન બામણીયા, જીવીબેન રાઠોડ, દેવાઈબેન રાઠોડ, પ્રેમીબેન રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, પુરીબેન રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, સવિતાબેન ભજગોતર, હંસાબેન ભજગોતર, મંગીબેન ભજગોતર, પુષ્પાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ગામે આવેલ અન્ય સાંઈનાથ સખી મંડળને પણ પાંચ વર્ષ પૂર્ણ થઈ આવતા પ્રમુખ રાજીબેન રાઠોડે તમામ સખી મંડળની હોદેદારો સાથે હાજર રહીને એકઠું કરેલ ૮૭ હજારનું ભંડોળનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ તકે મહિલાઓ પ્રત્યે સદૈવ તત્પર રહેનાર અને મહિલાઓના કાયમી માર્ગદર્શક એવા જિલ્લા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાનું બંને સખી મંડળોની તમામ બહેનોએ ફુલહારથી સ્વાગત કરી જીલ્લાભરની બહેનોને હંમેશા પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.