આગામી દિવસોમાં જમીન ખૂલ્લી મૂકવામાં નહી આવે તો માલધારીઓની કલેકટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી

પાલીતાણા તાલુકાના દુધાળા ગામે છેલ્લા બે થી ત્રણ વર્ષ થી ગૌચરની જમીનના દબાણ મુદ્દે આજે દુધાળા સહિતના આજુબાજુના ગામના માલધારીઓમાં આકરા પાણીએ થયા હતા, ગૌચરની જમીન પર અમુક લોકો દ્વારા તાર ફેન્સીંગ શરુ કરવામાં આવતા આજે માલધારીઓ સ્થળ પર જઈ વિરોધ કર્યો હતો અને જો ટૂંક સમયમાં સરકાર દ્વારા જો આ જમીન ખુલ્લી નહિ કરાવવામાં આવે તો આગામી સમયમાં માલધારીઓ પોતાના પરિવાર અને માલઢોર સાથે કલેકટર કચેરીએ ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલીતાણા તાલુકાના દુધાળા ગામની ગૌચરની જમીન કે જે પાલીતાણા ગારીયાધાર હાઈવે પર રોડ ને અડીને આવેલી છે આ જમીન પર કેટલાક લોકો દ્વારા ખોટા અન્ય જગ્યા વેચાણ થી લઇ અને ખોટી ચતુર્સીમાં દર્શાવી ખોટા દસ્તાવેજ કરાવી અને કાબો કરી તેના પર તાર ફેન્સીંગનું કામ કરવામાં આવતા આજે દુધાળા અને આજુબાજુના ગામના માલધારીઓ મોટી સંખ્યમાં એકઠા થી અને  વિરોધ નોંધાવતા ત્યાં તાર ફેન્ફિંગ કરી રહેલ લોકો ભાગી ગયા હતા.

જે જમીન પર દબાણો કરવામાં આવી રહ્યા છે તેની બાજુમાં રહેલ ૧૦ વિધા જમીન દબાણ કરનાર દ્વારા ખરીદી કરવામાં આવેલ અને ત્યાર બાદ જમીન અંગે ખોટી ચતુર્સીમાં દર્શવી અને અન્ય જમીન અંગે ખોટો દસ્તાવેજો ઉભા કરીને ૪૦ વિધા જેટલી સરકારી જમીન પર દબાણો કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે આ જમીન મુદ્દે ૨૦૧૨ માં પણ વિરોધ થયો હતો, ત્યાર બાદ આજુબાજુના ગામના માલધારીઓ અને પશુપાલકો અને ગામલોકો દ્વારા તેમજ દુધાળા ગ્રામ પંચાયત દ્વારા આ જમીન અંગે વાંધો ઉપાડવામાં આવેલ અને આ જમીન અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા જે તે સમયે માલતદાર દ્વારા આજમીન ખુલ્લી કરી દેવા માટે ૨૦૧૩ માં આદેશ કરવામાં આવ્યો હતો જો કે જે તે સમયે તાર ફેન્સીંગ અને જમીનની સફાઈ નું કામ બંધ કરી દેવતા મામલો શાંત પડ્યો હતો જ્યારે ફરી વાર આજે આ જગ્યા પર તાર ફેન્સીંગ ની કામગીરી શરુ કરતા આજે પણ મોટી સંખ્યામાં માલધારીઓ અને ગામલોકો સ્થળ પર જઈ વિરોધ પ્રદર્શિત  કર્યો હતો.

જે જમીન પર દબાણ કરવામાં આવી રહ્યું છે તે જમીન દુધાળા તેમજ આજુબાજુના સાત ગામના માલધારીઓ અને પશુપાલકો ગૌચરની તરીકે ઉપયોગ કરતા હતા અને તેમના પર આજુબાજુના માલધારીઓનો નિભાવ અને ગુજરાન ચાલી રહ્યું છે અને ૪૦૦૦ કરતા વધુ પશુઓને અસરકર્તા છે.ત્યારે જો આ કરોડોની અને રોડ ને અડીને આવેલ આ સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી દેવામાં આવે તો માલધારીઓની હાલત કફોડી થાય જવાની ભીતિ છે,

માલધારીઓ દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર દ્વારા તાકીદે આ જમીન પાનું દબાણ દુર કરવામાં અને અટકાવવામ નહી આવે તો આગામી દિવસો માં તેઓ તેમના પરિવાર અને માલઢોર સાથે કલેકટર કચેરીએ જઈને ઉપવાસ પર બેસી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.