સોરઠમાં પંદર દિવસની અંદર ચોથી વખત સ્ટેટ વીજીલન્સ ત્રાટકી દરોડો પાડતા પોલીસ બેડામાં ચકચાર
ભાલછેલ ગામના સરપંચની વાડીમાંથી જ 594 પેટી વિદેશી દારૂ ભરેલો ટોરસ ટ્રક ઝડપાયો હતો અને સાસણ ગીરના ભાલછેલ ગામે સ્ટેટ વિજિલન્સનો સપાટો બોલાવી દિવાળી પર્વમાં થનાર વિદેશી દારૂની રેલમછેલનો પર્દાફાશ કર્યો.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી અંદાજિત વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. આ ઉપરાંત સાસણ ગીર અભયારણ્યની હોટલો અને ફાર્મ હાઉસોમાં વિદેશી દારૂ ની મહેફિલ જામતી હોવા ને સમર્થન આપતો પુરાવો પણ મળ્યો છે.