માંગરોળ તાલુકાના આત્રોલી ગામે પુરતું પાણીના મળતા ગ્રામ જનો રોષેભરાયા અને સરપંચ ને રજુઆત કરવા છતાંપણ કઈ જ પગલા ના લેવાતા ગ્રામ જનોમાં રોષ જોવા મળી રહ્યો છે.અત્રોલી ગામે છેલ્લા એક વર્ષથી પાણી પુરતું ના મળતું હોય ત્યારે અનેક વાર ગ્રામ જનો દ્વારા સરપંચ ને રજુઆત કરાય છે. હાલ ગરમીની સિઝનમાં ભારે તડકાને કારણે હિસાબે પીવાનું પાણી ના મળતા ગ્રામ જનોના પશુ પાલકો પોતાના પશુઓને પાણીના મળતા તેઑને મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે સરપંચને અનેક વાર રજુઆત કરાઇ છે.
હાલ અત્રોલીના સરપંચ ભાનુભાઈ પરમાર દ્વારા અત્રોલી ગામ માં પુરતું પાણી ના મળતું હોય તે અંગે અનેક વાર સરકાર ને લેખિત મોખિત રજુવાત કરવા માં આવી છે છતાં પણ કોઈજ સરકારી તંત્ર દ્વારા પગલા લેવાતા ના હોય જેથી સરપંચ ભાનુભાઈ પરમાર દ્વારા આક્ષેપ કરવા માં આવી રહીયો છે કે આમાં સરકારી બાબુ ઓની મિલી ભગતના કારણે આ ભુત્યા કનેક્શન ચલાવામાં આવી રહયા છે.
તો લગતા વરગતા સરકારી તંત્ર દ્વારા ચોકસ ખરાય કરાવા માં આવે ને આવા આવારા તત્વો ઉપર કદેસરની કાર્યવાહી કરવામાં આવે ને ભૂતિયા કનેક્શન હટાવામાં આવે જેથી કરી ને આત્રોલી ગામે પુરતું પાણી મળી રહે તેવી માગ ઉઠી છે શું છે સાચી હકીકત શું સરકાર દ્વારા આ ભૂતિયા કનેક્શન હટાવામાં આવશે? શું અત્રોલી ના ગ્રામજનોને પુરતું પાણી મળી રહશે? શું ગ્રામ જનોને ન્યાય મળશે કે નહિ?
ત્યારે ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા અક્ક્ષેપ કરવા માં આવે છે કે હાલ સરકારી પાણી પુવઠા ના અધિકારીયો દ્વારા ભૂતિયા કનેકશનો ચાલવા માં આવે છે જેથી કરી ને આત્રોલી ગામ ને પુરતું પાણી ના મળતું હોય ત્યારે અત્રોલી ગ્રામ જનો સરપચ દ્વારા માગ ઉઠી છે કે હાલ સીલ થી અત્રોલી સુધી ની જે સરકારી પાણી ની પાઈપ લાઈ માંથી ભુત્ય કનેકસનો ચાલતા અટકવા માં આવે તેવી અનેક વાર રજુવાત કરવા છતાં પણ ગ્રામ જનો કે સરપંચ શ્રી ને સાંભળવા ત્યાર નથી ત્યારે એવું લાગી રહયું છે કે સરકારી બાબુ ઓ આંખ અને કાન આડા હાથ કરી રહયા હોય.