પાંચ મહિલા સહિત ૧૨ શખ્સો ત્રાસ આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
કોઠારીયાૂ રોડ આવેલી વિક્રાંત સોસાયટીમાં રહેતા યુવાને સાસરીયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લેતા તેને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પાંચ મહિલા સહિત ૧૨ જેટલા શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હોવાની સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી વિક્રાંત સોસાયટીમાં જયેશ નાગજીભાઈ વાસાણી નામના ૨૮ વર્ષના પટેલ યુવાને સાસરીયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછતાછમાં જયેશ પટેલના ત્રણેક વર્ષ પહેલા આર્યનગર સોસાયટીમાં રહેતી કિરણબેન ઘોઘાભાઈ રૈયાણી સાથે લગ્ન થયા હતા બે વર્ષથી કિરણબેન રિસામણે છે. તે બાબતે કોર્ટમાં પણ કેસ ચાલે છે. યુંવાને વિષપાન કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પિતા નાગજીભાઈ પટેલના હાથમાં આવી હતી.
જેમાં પત્ની કિરણ ઘોઘા રૈયાણી, સસરા ઘોઘા રાઘવ રૈયાણી, સાસુ, દિવાળીબેન ઘોઘાભાઈ રૈયાણી, સાળો વિપુલ રૈયાણી તેની પત્ની હેતલ વિપુલ રૈયાણી, સાઢુ અરવિંદ કાનજી સોરઠીયા, ભરત જેન્તી ભાલાળા અને ગણેશ ભીમજી રંગાણી, પાટલા સાસુ હર્ષા અરવિંદ રૈયાણી, નીધી ભરત ભાલાળા, મામાજીનો દીકરો જગદીશ ધરમશી ટીંબડીયા તેની પત્ની અલ્પા ટીંબડીયા અને માસીજીનો દિકરો વીમણ રણછોડ રંગાણી નામના શખ્સો છૂટાછેડા માટે દબાણ કરી મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભકિતનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.