રાજુલાના ડેપો મેનેજરે લેખીત બાહેધરી આપતા મામલો થાળે પડયો
વિકટર થી રાજુલા અને મહુવાનાં વિર્દ્યાથીઓએ અભ્યાસ ર્એ એસટી બસની માંગણી કરી હતી જેને લઈને રસ્તા રોકો આંદોલન રાજુલા એનએસયુઆઈ વિકટરના ગ્રામજનો અને વિર્દ્યાીઓ દ્વારા ભાવનગર-વેરાવળ રોડ પર કરવામાં આવતા રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળેલ હતી. આ રસ્તા રોકો આંદોલન તથા પીપાવાવ મરીન પોલીસ અને રાજુલા પી.આઈ. સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચેલ હતો.
આ અંગે સનિક વિર્દ્યાીઓએ જણાવેલ કે અનેક રજૂઆતો બાદ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આજરોજ આંદોલન કરવાની ફરજ પડી છે. રોડ બ્લોક થઈ જતાં રાજુલા ડેપો મેનેજર દોડી આવતા અને લેખિત બાંહેધરી આપતા વિર્દ્યાીઓ દ્વારા આંદોલન સમેટાયું હતું. જેના કારણે વિર્દ્યાીઓમાં આનંદની લાગણી જન્મેલ હતી. એન.એસ.યુ.આઈ. તેમજ વિકટરના સરપંચ તથા વિર્દ્યાથીઓ દ્વારા રાજુલા મહુવા રૂટની લોકલ બસ સવારે અને મહુવાી સાંજે ફાળવવાની માંગણીને લઈને આદોલન યેલ હતું. આ આંદોલનમાં એનએસયુઆઈના પ્રમુખ રવિભાઈ ધાંખડા, કરનભાઈ કોટડીયા, અજયભાઈ શિયાળ વગેરે હાજર રહ્યાં હતા.