‘અબતક’ મીડિયાના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
રાજકોટના આંગણે પૂ.ધીરગુરૂદેવના શાલીન સાંનિધ્યે ઘાટકોપરના સુશ્રાવક અને કામદાર ધર્માલયના નિર્માતા મુકેશભાઇ કામદાર અને દક્ષાબેન કામદારના પુત્ર અનુર્વભાઇ અને શ્રીમતી અમીષાબેનના વરસીતપની ઉગ્ર આરાધનાનો અભિવાદન સમારોહ ઇમ્પીરીયલ પેલેસ હોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂ.વીલાજી મ.સા. પૂ.સ્મિતાજી મ.સ., પૂ.નયનાજી મ.સ., પૂ.સર્ય-વિજય મ.સ. પરિવાર દ્વારા અભિવંદના કરાયેલ. વરસીતપ અનુમોદના કાજે વૈશાલીનગરમાં આયંબિલ આરાધના થયેલ. ડોંબીવલી સંઘના ગિરીશભાઇ શાહ, વિહાર સંઘના દિપ્તીબેન શાહ તથા કામદાર પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પૂ.ધીરગુરૂદેવે ધર્મસભામાં જણાવેલ કે કર્મ અર્થે, તપયોગથી, તપથી જાય વિકાર, ભાવમંગલ તપ જે કરે શિવસુખનો દાતાર પૂ.પ્રેમગુરૂદેવ કહેતા હતા કે કાયાના કાવડીયા (પૈસા) આવવાના નથી. મારે કાયામાંથી કસ કાઢીને તપ ધર્મની આરાધના કરનાર કર્મોને અપાવે છે.
બંને તપસ્વી દંપતિનું ‘અબતક’ મિડીયાના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા, રાજેશ વિરાણી, અરયુત જસાણી, દીપક બાવીસીના હસ્તે સન્માન કરાયું હતું તથા મુકેશભાઇ કામદારના નાના પુત્ર-પુત્રવધુ મુહિત કામદાર અને ભક્તિ કામદાર કે જેઓએ વરસીતપ શરૂ કર્યા છે. તેઓનું સન્માન કરાયું હતું.
મારી પત્નીના દ્રઢ મનોબળથી મને પ્રેરણા મળી: અનુર્વભાઇ કામદાર
‘અબતક’ સાથેની વાતચીતમા તપસ્વી અનુર્વભાઇ કામદારએ જણાવ્યું હતું કે મેં અને મારી પત્નીએ વરસીતપ શરૂ કર્યા હતા. મારે એકાસણાં વરસીતપ છે અને મારી પત્નીને ઉપવાસની વરસીતપ છે. ભગવાન મહાવીર સ્વામી અને આદેશ્ર્વર દાદાની કૃપાથી અમને બંનેને જે પ્રેરણા મળી છે. તેઓની અસીમ કૃપાથી વરસીતપ ચાલી રહ્યો છે. તે પાછળનો મોટો ફાળો અમારા વડીલો છે. જે લોકોને જોઇને મોટા થયા અને તેમની જ પ્રેરણા થકી અમારામાં વરસીતપના બીજ રોપાયો. મારી પત્નીએ મને કહેલ કે આપણને નાની દીકરી પહેલ આવી છે તો આપણે પહેલ કરીને વરસીતપ માંડીએ પહેલા મારૂ મન ડગમગતું હતું કે આખું વર્ષ કેવી રીતે
કરીશું મારી દિકરી નાની છે. મારી પત્નીનું મનોબળ જોઇ મને પણ પ્રેરણા મળી તેની સાથે ચાલુ કર્યું. આજે ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ, વીણાબાઇ મહાસતી આદી ઠાણાઓની નિશ્રામાં અભિવાદન થયું છે અને નાનું એવું પારણું થશે. અમારૂં મેઇન પારણું 11 જૂનના રોજ ઘાટકોપરમાં થશે.
મારા પુત્ર – પુત્રવધુ સાતામાં છે તેઓના પારણાં 11 જૂને થશે: મુકેશભાઇ કામદાર
‘અબતક’ સાથેની વાતચીતમાં મુંબઇથી આવેલ મુકેશભાઇ કામદારએ જણાવ્યું હતું કે ધર્માલય ઉપાશ્રય ધીરગુરૂદેવની નિશ્રામાં અમે ઉદ્ઘાટન 2015માં કર્યું હતું અને તેમની જ નિશ્રામાં લોકાર્પણ કર્યું હતું. આજે સાતમુ ચાતુર્માસ અમે ઉજવવા થઇ રહ્યા છીએ.
આજે મારા પુત્ર અને પુત્રવધુ બંને વરસીતપના તપસ્વીઓ સુખ રૂપે તપસ્યા ચાલી રહી છે અને તેઓના અભિવાદનરૂપે કાર્યક્રમ રાખેલ છે. સમસ્ત રાજકોટના સંઘોના મહાજનની નિશ્રામાં અને સંઘોના પ્રતિનિધિ રૂપે તેઓ બંને દંપતિને આર્શિવચન પાઠવ્યાં છે. ખૂબ જ શાતારૂપે તેઓ આગળ વધી રહ્યાં છે અને તેમનાં પારણાં 11 જૂનના રોજ ઘાટકોપરમાં રાખ્યો છે.
તપથી આત્માની શુદ્વી, વિકારનો નાશ થાય: ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ
‘અબતક’ સાથેની વાતચીતમાં ગુરુદેવ ધીરજમુનિ મહારાજએ જણાવ્યું હતું કે મુકેશભાઇ અને દક્ષાબેન કામદાર બંને તપસ્વી દંપતિ છે તેમજ જ્ઞાન આરાધનામાં આગળ છે. મુંબઇ ઘાટકોપર હીંગવાલા લઇ સંઘનાએ ટ્રસ્ટી પદે સેવારત છે અને રાજકોટમાં ધર્માલય જે સાધુ સાધ્વીઓ માટે શાતાકાર્ય ઉપાશ્રય સ્વદ્રવ્યથી સ્વયં પોતાના ખર્ચે નિર્માણ કરાવી. આસપાસના લોકોને સહાયક બન્યાં છે. તેમના મોટા પુત્ર અનુર્વભાઇ અને પુત્રવધુ અનિષા અનુર્વ કામદાર બંને દંપતિએ સજોડે વરસીતપની આરાધના કરી અને તેમની ભાવના હતી. ગુરુદર્શન માટે તેઓ ખાસ આજે રાજકોટ આવ્યાં છે અને દર્શન
વંદનની સાથે અભિવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ છે. મુકેશભાઇના નાના દિકરા મુદિતભાઇ અને ભક્તિબેનએ પણ સજોડે વરસીતપનો પ્રારંભ કરેલ છે. આવા પરિવારમાં મંગલ પ્રવેશ ઉજવાય છે. તે અનુમોદનીય છે. અભિવંદનીય છે. આ પરિવાર હમેંશા આવી રીતે આગળ વધે તેવી ભાવના ભાવીએ છીએ. રાજકોટના સદ્ભાગ્ય છે કે મુંબઇવાસીઓ પણ ગુરૂભક્તિને કારણે રાજકોટ જેવા શહેરમાં પધારી મંગલ પ્રસંગના વધામણા કરી રહ્યાં છે. તેમનો અમને પણ પ્રમોદભાવ છે. આજના દિવસે મહાસતીજી પણ પધાર્યા છે. તપથી આત્માની શુદ્વી થાય, વિકારનો નાશ થાય, જીવનમાં તપધર્મ અપનાવવા જેવો છે. એ જ આજનો મંગલ સંદેશ છે.
અમે માતા-પિતા ગુરુવંતોની પ્રેરણાથી વરસીતપ કર્યાં: અમિષા કામદાર
‘અબતક’ સાથેની વાતચીતમાં મુંબઇથી આવેલ અમીષા કામદારએ જણાવ્યું હતું કે અમે બંને દંપતિએ વરસીતપ કર્યાં છે. મેં ઉપવાસ કરેલ મારા પતિએ એકાસણાં કરેલ. અમને વરસીતપ માટેની પ્રેરણા મારા માતા-પિતા, સાસુ-સસરા અને ગુરૂદેવ ધીરજમુનિ મહારાજની કૃપાથી કરેલ. અમે ગુરૂવંતો મહાસતીજીની આજ્ઞા લઇને અમે ઉપવાસ અને એકાસણાં તપ લીધેલ છે. જ્યારે મારો સાતમો મહિનો ચાલતો હતો ત્યારે મારા ભાઇ-ભાભીના છ વર્ષમાં વરસીતપ કરીશું તેવી બાધા લીધી હતી. અમને માતા-પિતા તરફથી પ્રેરણા મળી હતી.