ગમે ત્યારે એપાર્ટમેન્ટનો કાટમાળ નીચે પડે તેવી દહેશત.
વેરાવળ ની મધ્યમાં આવેલ એસટી સામે આવેલ શુભમ ટાવસઁ એપાટઁમેન્ટ છે. જે વષોઁ જૂની સાત માળની ઇમારત છે. અને કહેવાય છે કે વેરાવળ મા સૌ પ્રથમ વખત બનેલું આ એપાટઁમેન્ટ છે .
ત્યારે આટલા વષોઁ વિત્યા બાદ એક પણ વખત આ એપાટઁમેન્ટ ના રહેવાસીઓ દ્રારા આનુ સમારકામ કરાવેલ નથી કે પાણીના નિકાલની પાઇપલાઇનો બોલાવેલ છે જેના કારણે એપાટઁમેન્ટ ની હાલત ખૂબજ જજઁરીત હાલત મા છે , એપાટઁમેન્ટ મા જાળ ઉગેલા જોવા મળે છે તો આખુ એપાટઁમેન્ટ એક તરફ નમી ગયેલ હોવુ તેવુ પણ જોવા મળેલ છે.
અવારનવાર આ નો કાંટમાળ નીચે પડે છે અને રાહદારી ઓ અને વેપાર ઓ જાનના જોખમે અહીથી પસાર થાય છે અને ઘણા આ કાટમાળ પડતા ઇજાગ્રસ્ત પણ થયાના દાખલા ઓ છે . અને ટૂંકા સમયમા આ ઇમારત પડશે જ તેમા કોઇ શંકાને સ્થાન નથી અને મોટી જાનહાની થશે તેનુ જવાબદાર કોણ એ સવાલ લોકોને સતાવી રહ્યો છે . તંત્ર આ બાબતે વષોઁથી બેધ્યાન છે અને કોઇ પણ નકકર કામગીરી કરવામા પોતાની ફરજ સમજતું નથી.
ગીર સોમનાથ જીલ્લા નુ વડુ મથક વેરાવળ મા એસટી વિસ્તારમાં આવેલ શુભમ ટાવસઁ ની હાલત ખૂબજ જજઁરીત છે અને ગમે ત્યારે એપાટઁમેન્ટ નો કાટમાળ નીચે પડે છે હાલમા પાણીની પાઇપ લાઇનો ટૂટી ગયેલ હોવાથી ગંદુ પાણી નદીની જેમ રસ્તાઓ પર વહી રહ્યુ છે . અનેક વખત તંત્ર ને રજૂઆત કરાઈ છતા કોઇ નિરાકરણ આવતુ નથી ત્યારે આગામી સમયમા આ વિસ્તારના વેપારીઓ મુખ્યમંત્રી ને સીધી ફરીયાદ કરવા જવાની ચીમકી ઉચ્ચારી છે