૩૧મી મે એ મુદત પૂર્ણ થઈ રહી છે પરંતુ હજુ લાખો વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વિહોણા હોવાથી ફરી મુદતમાં ૩૧મી ઓગષ્ટ સુધી વધારો કરાયો
એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં નવમી વખત વધારો કરવામાં આવ્યો છે. જો કે આ મુદ્દત ૩૧મી મેના રોજ પૂર્ણ થવાની હતી. પરંતુ હજુ પણ લાખો વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વિહોણા હોવાથી નંબર પ્લેટ નખાવવાની મુદતમાં ૩૧મી ઓગષ્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રાજયમાં જૂના વાહનોમાં હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદતમાં ૯મી વખત વધારો જાહેર કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ લગાવવા માટે ૩૧મી મે અંતિમ તારીખ અગાઉ જાહેર કરાઈ હતી.
પરંતુ હજુ પણ લાખો વાહનોમાં હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની બાકી હોય મુદત વધારીને ૩૧મી ઓગષ્ટ કરી નાખવામાં આવી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા ફરજીયાત છે. સમગ્ર રાજયમાં ૧૬ નવેમ્બર ૨૦૧૬થી હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી શ‚ કરવામાં આવી હતી.
અગાઉ આઠ વખત હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. આ મુદત પૂર્ણ થવાના છેલ્લા ૧૫ થી ૨૦ દિવસમાં નંબર પ્લેટ લગાવવા માટે વાહન ચાલકનો ભારે ધસારો રહેતો હોય છે પરંતુ મુદત પૂર્ણ થવા આવી હોવા છતાં દર વખતે લાખોની સંખ્યામાં વાહનો નંબર પ્લેટ નખાવવાની બાકી રહેતા હોય જેથી આઠ વખત મુદત વધારવી પડી હતી ત્યારે આજે પણ ફરી નવમી વખત મુદતમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેથી હવે ૩૧મી ઓગષ્ટ સુધી હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કાર્યવાહી ચાલુ રહેવાની છે. આ મુદત પૂર્ણ થયા બાદ એચએસઆરપી વગરના વાહનો ઉપર વાહન વ્યવહાર વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.