નયારા એનર્જીની વિશાળ વિસ્તરણ યોજના માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર પરામર્શ યોજાશે: પાંચ ઓગસ્ટ સુધી બોર્ડને વાંધા-સૂચનો મોકલી શકાશે
જામનગર-ખંભાળીયા હાઈવે પર વાડનાર ખાતે આવેલી એસ્સાર ઓઈલ કંપનીની રીફાઈનરીનાં મોટાભાગના શેર રશિયન ઓઈલ કંપનીએ લઈ લીધા છે. રશિયન ઓઈલ ઉત્પાદક કંપની રોસનેફરની ભારતીય કંપની નયારા એનર્જી હવે વિસ્તરણ યોજનાના ભાગરૂપે હવે વાડીનાર રીફાઈનરીમાં ૧.૨ લાખ કરોડ રૂા.નુ રોકાણ કરવાની યોજના બનાવી છે. નયારા એનર્જીએ ગત જાન્યુઆરીમાં યોજાયેલા વાઈબ્રન્ટ ‘ગુજરાત સમિટ’માં ગુજરાતમાં વિસ્તરણ માટે ૮૫૦ મિલિયન ડોલર રોકાણ કરવાની યોજના પર કરારો કર્યા હતા.
આ કરારના ભાગરૂપે નયારા એનર્જીએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ તાજેતરમાં વાડીનાર રીફાઈનરીના મોટાપાયે વિસ્તરણ માટેનો પ્રોજેકટ રજૂ કર્યો છે. રાજય સરકારના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વાડીનાર રીફાઈનરીમાં દર વર્ષે ૧૦.૭૫ મિલિયન મેટ્રીક ટન વાળા પેટ્રોકેમિલક સંકુલની સ્થાપના તથા ૨૦ એમએમટીપીએ વાળી વર્તમાન રિફાઈનરીનું ૧.૩ લાખ કરોડ રૂાના ખર્ચે વિસ્તરણ કરીને ૪૬ એમએમટીપીએ કરવા યોજના રજૂ કરી છે.
આ પ્રોજકેટને પર્યાવરણીય મંજૂરી આપવા માટે જાહેર પરામર્શ આગામી મહિને યોજાશે જેના ભાગરૂપે આ રીફાઈનરીનાં વિસ્તરણના કારણે અસરગ્રસ્તો સ્થાનિક અને અન્ય સંબંધીતો ગુજરાત પ્રદુર્ષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને પાંચ ઓગષ્ટ સુધી લેખીતમાં પોતાની સમસ્યા રજૂ કરી શકશે બોર્ડની વેબસાઈટ પર પણ આ સમસ્યા અંગે પોતાના પ્રતિસાદો પોસ્ટ કરી શકશે રાજય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે આ કદાચ રાજયમાં પહેલી વખત પર્યારણીય મંજૂરી માટે જાહેર પરામર્શ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વાડીનાર પ્રોજેકટ માટે પર્યાવરણીય મંજૂરી છેલ્લા વર્ષ સુધી માન્ય હતી જોકે, સુચિત વિસ્તરણ આપવામા આવેલી સમય મર્યાદામાં કરવામાં આવ્યું ન હતુ.
કંપનીના વર્તમાન પ્રમોટરોએ પ્રોજેકટને ૪૬ એમએમટીપીએથી વિસ્તરીને ૬૦ એમએમટીપીએ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેમ જણાવીને આ અધિકારીએ ઉમેર્યંુ હતુ કે વાડીનાર રિફાઈનરીમાં થનારૂ આ વિસ્તરણ આગામી પાચથી દશ વર્ષમાં થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ ૨૦૧૭માં રોશનેફસ્ટની આગેવાનીમાં ક્ધસોર્ટિયમે એસ્સાર ઓઈલને ૧૨.૯ બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી જે બાદ આ કપની નયારા, એનર્જી નામ આપવામા આવ્યું હતુ નયારા એનર્જીએ હવે વાડીનાર રિફાઈનરીની વિસ્તરણની યોજના બનાવી છે.
નયારાની આ વિસ્તરણની યોજના વાડીનાર રીફાઈનરી અંદર કરવામા આવનારી છે. તે માટે વધારાની જમીન હસ્તગતકરવામાં આવનારી નથી તેમ જીપીસીબીને કરવામાં આવેલી દરખાસ્તમાંથી ગિતો જાણવા મળી છે. હાલમાં વાડીનાર રીફાઈનરીમાં નયારા એનર્જી દ્વારા વાર્ષિક ૨૦ મિલિયન ટન ઓઈલને રીફાઈન કરવામાં આવે છે. વિસ્તરણ બાદ નયારા એનર્જીનો પેટ્રોકેમિકલ્સ બિઝનેશમાં વિધિવત પ્રવેશ થશે.
નયારાની દરખાસ્ત મૂજબ ભારતમાં પ્રોલીપ્રોપલીન (પીપી) અને પોલીએથિલીન (પીઈ)ની માંગમાં જીડીપીના વૃધ્ધિ દર કરતા ૧.૫ ગણો વધારો થયો છે. અને ભવિષ્યમાં આ માંગમાં દર વર્ષે ઓછામાં ઓછા ૧૦ ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલમાં પીપીની માંગ ૪.૪ એમએમટીપીએ છે તે વધીને ૧૦ ટકાની વૃધ્ધિ સાથે ૧૦.૪ એમએમટીપીએ પહોચવાની સંભાવના છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ માંગ વધીને ૫.૩ એમએમટીપીએ સુધી પહોચવાની સંભાવના હોય આ માંગને પહોચી વળવા કંપની આ વિસ્તરણ કરી રહી છે.
વાડીનાર પેટ્રોકેમીકલ રીફાઈનરીમાં ઈથેલીન ક્રેકર, અને તેની સાથે સંકળાયેલા એકમો, એરોમેટીકસ, પોલીએસ્ટર ઈન્ટરપિડિયેટસ, પોલીમર એકમ, ફિનોલચેન અને સ્પેશ્યાલીટી કેમિકલ્સ વગેરેના ઉત્પાદન માટે આ વિસ્તરણ યોજનામાં કરવામાં આવનાર છે.