હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા તાલુકાના ક્ધવીનરોની બેઠકમાં હાજર રહેવા આદેશો અપાયા.
શિયાળાની ઠંડી હજુ જોય તેવી પડતી નથી પણ રાજકીય ગરમીનો તાપ તમામ પક્ષો પર લાગી રહ્યો છે ત્યારે ગત ધારાસભાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કિંગ મેકરની ભૂમિકા ભજવી બંને પક્ષોને પગે પાણી લાવી દેવાની પાસ આગામી ૨૮મીએ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક ધોરાજી મુકામે યોજાઈ રહી છે. તેમ ઉપલેટા તાલુકા પાસ ક્ધવીનરે માહિતી આપેલ છે અને આગામી દિવસોમાં પાસની ભૂમિકા વિશે રણનીતિ ઘડાશે.
છેલ્લા ચાર વર્ષ થયા ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત મળે તેવી મકકમ માંગ સાથે સમગ્ર પાટીદાર સમાજના સાથ અને સહકારથી આગળ વધી રહેલા હાર્દિક પટેલ આ વર્ષમાં ગુજરાતમાં દુષ્કાળના ઓછાયા ઉતરતા ખેડુતોની વેદનાને પણ વાચા આપવા ખેડુતોના દેવા માફ કરવા સહિત સામાન્ય માનવીને પડતી મુશ્કેલીઓની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે.
પાસના આંદોલનને કારણે ગત ધારાસભાની ચુંટણીમાં ભાજપને ભારે મુશ્કેલી મુકાયેલ અને માંડ ગુજરાતમાં ભાજપ સરકાર બચાવી શકેલ આવા વિકટ સમયમાં ભાજપ ઘડો લેવાને બદલે પાટીદાર સમાજની અનામતની માંગની કોઈ નોંધ નહીં લેતા હાર્દિક પટેલ અને તેમના સાથીદારો મકકમ રીતે આગળ વધી આગામી દિવસો માટે પાસની વિવિધ માંગણી માટે સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ યોજી રહ્યા છે.
આ મીટીંગ પાસના એપી સેન્ટર ભાયાવદર, પાનેલી, ધોરાજી, ઉપલેટા સહિત જુનાગઢ, જામજોધપુર, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં ધારાસભાની ચુંટણીમાં પાસનું બુલડોઝર ફરી વળતા ભાજપ હતો ન હતો થઈ ગયો હતો ત્યારે આગામી તા.૨૮મીએ સવારે ૧૦ વાગ્યે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પાસના હાર્દિક પટેલની આગેવાનીમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના ૧૦ જીલ્લા અને તાલુકા પાસના ક્ધવીનર તેમજ મહિલા પાસ ક્ધવીનરોની બેઠક યોજાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે પાસની બેઠક ધોરાજીમાં મળી રહી છે
તે મત વિસ્તાર ધારાસભ્ય લલિત વસોયા પાસના સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ ક્ધવીનર છે અને લલિત વસોયા આ વિસ્તારમાં ધારાસભાની ચુંટણીમાં ૫૦ હજાર કરતા વધુ લીડના મતથી જીતીને ૫૦ વર્ષ બાદ કોંગ્રેસનો વિજય ડંકો વગાડેલ હતો ત્યારે ફરી પાછુ આગામી ૨૦૧૯માં લોકસભાની ચુંટણીમાં બ્યુગર વાગી રહ્યા છે તેવા સમયે પાસ દ્વારા સૌરાષ્ટ્રમાં ફરી ચુંટણીમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ બેઠક અંગે માહિતી આપતા ઉપલેટા તાલુકા પાસ ક્ધવીનર જતિન ભાલોડિયાએ જણાવેલ કે આગામી તા.૨૮ના ધોરાજીમાં પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પાટીદાર સમાજને અનામત આપો અને સુરતના અલ્પેશ કથિરીયાને જેલ મુકત કરોની મુખ્ય માંગણી રહેશે.
આ બેઠકમાં હાર્દિક પટેલ સાથે સૌરાષ્ટ્ર પાસના મનોજ પનારા, અમિત પટેલ સહિત ૧૦ જીલ્લાના તેમજ તમામ તાલુકાના ક્ધવીનરો અને તેની ટીમ ઉપસ્થિત રહેશે. પાસના એપિડ સેન્ટરના યજમાનપદે યોજાઈ રહેલી સૌરાષ્ટ્ર ઝોનની બેઠકને સફળ બનાવવા પાસના જતિન ભાલોડિયા, વિઠ્ઠલ હિરપરા, દિનેશ ટોપીયા, વિજય વઘાસીયા, નયન જીવાણી જહેમત ઉઠાવી રહ્યા છે.