ઉપલેટા શહેર મુસ્લીમ સમાજના પવિત્ર તહેવાર નીમીતે ઇરાકના બગદાદ શહેરમાં કરબલાઓની શહીદીની યાદમાં ઉજવાના મહોરમ પર્વમાં મુસ્લીમ સમાજના વિવિધ યુવાનો, ગ્રુપો, કમીટીઓ દ્વારા તાજીયા બનાવવામા આવે છે. જેમાં શહેરમાં ૫૦ વધુ નાના મોટા તાજીયા બનાવી મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ કલાઆત્મક તાજીયા બનાવનાર વિવિધ ગ્રુપો અને કમીટીને સન્માનીત કરવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
શહેરના મુસ્લીમ વિસ્તારમાં આવેલ દાદીમાં હોલમાં શહેરના સેવાભાવી કિ સ્ટાર ગ્રુપ અને કે.જી. એન. ગ્રુપ દ્વારા કલાત્મક તાજીયા બનાવનાર કમીટીના સભ્યોને પોતાની કલાને બિરદાવવા માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા કિંગ સ્ટાર ગ્રુપના અગ્રણી અને નગર સેવક રજાકભાઇ દિગોરાઅને કે.જી. અંત ગ્રુપ ના બોદુભાઇ દેશજાના મુખ્ય સહયોગથી યોજાયેલ તાજીયા કમીટીના આ સન્માન સત્કારમાં ૪૭ જેટલી વિવિધ તાજીયા કમીટીને સન્માન કરી વિવિધ ભેટો પુરસ્કાર રુપે આપવામાં આવી હતી.