રાહુલ દોશીએ ચેનલ-ફોર શોને જીતીને રાતોરાત નામના મેળવી
યુકેમાં ભારતીય મૂળના ૧૨ વર્ષનાં છોકરાએ ‘ચાઈલ્ડ જીનીયસ’નું સ્થાન મેલવ્યું છે. રાહુલ દોશીએ ચેનલ ફોર શોને જીતીને રાતોરાત નામના મેળવી છે. આ લોકપ્રિય ટેલિવિઝિન કિવઝ સ્પર્ધામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મૂળના છોકરાએ તેના ૯ વર્ષનાં વિરોધી ખેલાડી રોનાનને હરાવી ફાઈનલમાં જીત હાંસલ કરી હતી.
રાહુલ દોશીએ શ‚આતથીજ કિવઝમાં સાચા ઉત્તરો આપીને લીડ મેળવી હતી અને વિરોધી ખેલાડીને ડિપ્રેશ કરી દીધો હતો. ઉત્તર લંડનની શાળાના આ ભારતીય મૂળના વિદ્યાર્થીએ સ્પર્ધા જીતીને યુકે સહિત યુરોપભરમાં નામના મેળવી લીધી છે.
ફાઈનલમાં તેને વિલીયમ હોલ્મેટ હેટ અને જહોન એવરેસ્ટ મિલાઈસ પર પ્રશ્ર્નો પૂછાયા હતા જેના તેણે સાચા જવાબો આપીને જજોને પ્રભાવિત કરી દીધા હતા. ચાઈલ્ડ જીનીયસનું ટાઈટલ જીતી લીધું હતુ. સામાન્ય રીતે ચાઈલ્ડ જીનીયસ સ્પર્ધામાં બાળકોને ગણિત, અંગ્રેજી, ઈતિહાસ, મેમરી પાવર અને જોડણી કરેકશન બારામાં જ્ઞાન ચકાસવામાં આવ્યું હતુ.
રાહુલ દોશીને મોટા થઈને નાણાકીય સલાહકાર બનવું છે. તેના પિતા મનીષ દોશી અને માતા કોમલ દોશીએ કહ્યું હતુ કે તેમને પુત્ર રાહુલ પર ગર્વ છે. તેણે ભારતીય અને ગુજરાતી સમાજનું નાક ઉંચુ કર્યું છે.
રાહુલની માતા કોમલ દોશી ફાર્માસિસ્ટ છે. જનરલ નોલેજ અંગે જાગ‚કતાનો ગૂણ તેને ગળથૂંથીમાં મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાઈલ્ડ જીનીયસ-૨૦૧૭ શોમાં રાહુલ દોશીએ ૨૦ ઉમેદવારોને હરાવીને જીત દર્જ કરી હતી.