ગઈ તા. ૨/૫/૨૧૮ના રોજ જગુભાઈ ગટુભાઈ વાળા ઉં. વ. ૪૫ રહે. આંબરડી તા. ધારીવાળાએ બયસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે પોતે ઢોલરીયા ગામે હરીગીરી બાપુના આશ્રમમાં સાંજની આરતી પતાવી બાપુ સાથે સત્સંગ કરતા હતા તે દરમ્યાન એક મોટરસાઈકલ ડબલ સવારીમાં આવેલ જેમાં ભુપતભાઈ જયુભાઈ વાળા તથા શિવરાજભાઈ દિલુભાઈ સરંભડા વાળાએ ફરીને ગાળો આપી કહેવા લાગેલ કે અમારા દુશ્મનો સાથે શા માટે સંબંધ રાખે છે તેમ કહી કુહાડી મારવા જતા ફરીયાદી નીચે નમી ગયેલ અને આ ભુપતે પોતાના હાથમાં રહેલ કાચાની બોટલ ફૂંકીને માથામાં ઈજા કરેલ આ દરમ્યાન ત્રીજો ઈસમ પણ આવતા જપા જપી કરેલ અને આ જપા જપી દરમ્યાન ભુપત વાળાએ ફરીયાદીની ડોકમાં પહેરેલ સોનામાં મઢેલ રૂદ્રાક્ષની માળા આસરે ચારેક તોલાની હોય અને તેની કિંમત રૂ. 1,00,000 જેટલી હોય જે લુંટ ચલાવેલી.

આ લોકો જતા જતા ફરીયાદીની નવી સ્વીફટ કરના કુહાડીથી કાચ ફોડી ગાડીને નુકશાન કરી ફરીયાદીને કહેતા ગયેલ કે જો તુ પોલીસમાં ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલની ફરીયાદ કરતાં ભુપતભાઈ, વાળા રહે, ભરડ તથા શીવરાજભાઈ દિલુભાઈ વાળા વિરૂધ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. ૨૦/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૩૨૩, ૩૨૪, પ૦૪, પ૦૪(૨), ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો. અને આ ગુનોના કામે આરોપી અંગે તપાસ કરતા આરોપી ભુપતભાઈ જગુભાઈ વાળા રહે, ભરડવાળો પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતા ફરતા હતા.

IMG 20180721 185902ગઈ તા. ૫/પ/૨૦૧૮ ના રોજ ફરીયાદી ભરતભાઈ ત્રિભોવનભાઈ બવાડીયા રહે. સુરતે કામરેજ વોળાએ બગસરા પોલસ સ્ટેશનમાં પોતાની માલીકીની મારૂતીનંદન ટ્રાવેલ્સ નામની લકઝરી બસ પેસેન્જરો બેસાડી હાલરીયા તા. બગસરો થઈને સુરત જવા નીકળેલા અને હાલરીયા ગામની નજીક આવતા એક મોટરસાઈકલ ઉપર ભુપત વાળાએ રહે. ભ૨૩ તા. ધારી તથા પ્રતાપભાઈ જગુભાઈ વાળા રશી, ભરડ તા, ધારી તથા શિવરાજભાઈ દિલુભાઈ વાળા તથા રજીતભાઈ ભાભલુભાઈ વાળા રહે. સરંભડાવાળો લકઝરી બસ રોકાવી અને ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની પાસે જે કાંઈ હોય એ કાડી આપવા મડી રૂ. ૨૫૦૦ રોકડા લકઝરી બસના ભાડાના ઉઘરાવેલ જેની લૂંટ કરી અને જો પોલીસમાં ફરીયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ અને આવી રીતે લૂંટ ચલાવી નાસી ગયેલ, અને આ કામના ફરીયાદીએ બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૨/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો, અને તેના ગુનહાના કામે આરોપી અંગે તપાસ કરતા ભુપતાભાઈ વાળા રહે, મરડ વાળો પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ. સી. જે. ગોસ્વામી તથા એલ.સી.બી. સ્ટાફ બાજરોજ તા. ૨૨૮ના રોજ બગસરા તાલુકાના લુંટના ગુન્હામાં નાસતા ફરતા બુખાર આરોપી યુપતભાઈ વાળા રમ, વાળા અંગે બાતમી મેળવી વોચ ગોઠવી પકડી પાડી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના હવાલે કરેલ છે.

IMG 20180721 190056

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. સી. જે. ગોસ્વામી પો.સ.ઈ. એ.વી, સરવૈયા તથા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતબાપુ ગોસ્વામી, કે.સી. રેવર, અજયભાઈ સોલંકી, હિંગરાજસિંહ વાળા, અજયસિંહ ગોહિલ, રાધવેન્દ્ર ભાઈ ધાધલ, ભવાનગીરી ગોસ્વામી આ કેસની તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. ગોહિલ, મયુરભાઈ ગોહિલ, સંજયભાઈ મકવાણા, જાવેદભાઈ ચૌહાણ, જીતુભાઈ મકવાણા, મહેશભાઈ મહેરા, હરેશભાઈ બાયલ, દિપકભાઈ એમ. એ. મોરી અલાવી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.