દેશમાં પ્રથમ વખત નમો ટીમ બનાવી અલગથી નમો એપ, નેશન વિથ નમો જેવા અભિયાન કાર્યકર્તાઓને કામગીરી સોંપાઈ: હિરેન જોશી
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી. અને સોશ્યલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશીના અધ્યક્ષતામાં બેઠક યોજાયેલ. લોકસભા ચૂંટણી અંતર્ગત વિધાનસભા વિસ્તારોમાં તથા મંડળમાં બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આઈ.ટી. અને સોશ્યલ મીડિયાની ટીમના તમામ સભ્યોએ લોકસભાની ચૂટણીને અનુલક્ષી તડામારતૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપાના મોરચાના ઈન્ચાર્જો સહ-ઈન્ચાર્જો તેમજ વિધાનસભા સહ મંડલોમાં અલગ જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રકક્ષાએ પ્રથમ વખત રાજકોટ જિલ્લાએ નમો ટીમ બનાવવામાં આવેલ છે જે નમો એપ, નેશન વિથ નમો, મેં ભી ચોકીદાર હું સહિતના તમામ અભિયાનનો પ્રચાર-પ્રસાર કરશે.
આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે જિલ્લાની આઈ.ટી. અને સોશ્યલ મિડિયા ટીમ સજ્જ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. ત્યારે જિલ્લા ભાજપ આઈ.ટી. અને સોશ્યલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ હિરેનભાઈ જોષીની આગેવાનીમાં જિલ્લા આઈટી ટીમની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાયેલ હતી. લોકસભામાં આવતી તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મંડલ સહ બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. તમામ મત વિસ્તારોના બુથ સુધી ડીજીટલાઈઝેશન થઈ રહ્યું છે. સાથે કાર્યકર્તાઓમાં પણ ડીજીટલ રેવ્યુંલેશન થઈ રહ્યું છે. આ અંગે હિરેનભાઈ જોશીએ જણાવ્યું હતું.
દરમ્યાન વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ વિધાનસભા સહ ૨૦૦ સોશ્યલ મીડિયા વોલેન્ટર નવા કાર્યકર્તાઓને જોડવામાં આવ્યા છે. ૨૦૦ યુવા નવા વોલેન્ટરને કામગીરી સોંપી દેવામાં આવેલ છે જે માટે અલગથી એક જિલ્લાની, લોકસભાની તથા વિધાનસભાની ટીમ બનાવવામાં આવી છે. તમામ સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી સર્વવ્યાપી તથા ર્સ્વસ્પર્શી પહોંચાડશે તેમજ અલગ-અલગ મોરચાની પણ જિલ્લાની ટીમ બનાવવામાં આવેલ છે જે મોરચા સંબંધિત કામગીરી કરશે.
દેશમાં સૌપ્રથમ વખત આઈ.ટી.માં નવો ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લાના તમામ મંડલ સુધી અને શક્તિ કેન્દ્ર સુધી ટીમ બનાવેલ છે. દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના તમામ કેમ્પેઈન નમો એપ, નેશન વિથ નમો, મેં ચોકીદાર હું, ભારત કી મન કી બાત સહિત તમામનો પ્રચાર-પ્રસાર આ ટીમ દ્વારા બુથ સુધી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ પણ આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા આઈ.ટી. સહ ઈન્ચાર્જ બીપીનભાઈ રેલીયા, વિનયભાઈ રાખોલીયા, વિધાનસભાના ઈન્ચાર્જ, દિપકભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ રૈયાણી, અમિતભાઈ ભીમાણી, અરવિંદભાઈ નાગડકીયા, વિજયભાઈ બાબરીયા, વિજયભાઈ પંડયા, રાજુભાઈ ચાવડા, નિલેશભાઈ દૂધરેજીયા, જીગ્નેશભાઈ ડેર, નરેન્દ્રભાઈ માંડલીક, રીનાબેન ભોજાણી, કેયુરભાઈ પંડયા, વ્રજભાઈ બાલધા સહિતના આઈ.ટી.ના મંડલ ટીમ જહેમત ઉઠાવી રહ્યાં છે.