ગોંડલમાં દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા અને સંયમ અનુમોદના સમારોહ
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મનાદી પ્રગટ તથા ઉવસગ્ગહરં સ્તોત્રનીએકવીસ દિવસીય સંકલ્પ સિદ્ધિ જપ સાધનાનાં વીસમાં તબક્કાનું આયોજન આવતીકાલે સવારે ૦૭ થી ૦૮ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયમાં કરવામાં આવ્યું છે.
છેલ્લા વીસરવિવારીરાષ્ટ્રસંત પૂ.દ્વારા લયબદ્ધ સ્વર, ચોક્કસ પ્રકારની ગતિ, દરેક પદમાં લેવાતાં વિશિષ્ટ આરોહ-અવરોહ અને જોડાક્ષરી શબ્દોના વિશિષ્ટ ઉચ્ચારણ સાથે વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચારપૂર્વક કરાવવામાં આવેલી સિદ્ધિની આ સાધના જ્યારેઅંતિમ ચરણ તરફ પહોંચી રહી છે ત્યારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક એમા જોડાયેલા હજારો ભાવિકોએ ન માત્ર બાહ્ય શાંતિ-સમાધિની અનુભૂતિ કરી, પરંતુ સાથે સાથે દિવ્યતાની એક અદભૂત અનુભૂતિ સાથે આત્મિક ઉન્નતિ કરી છે.
સમગ્ર સંસારનો ત્યાગ કરીને સંયમ પંથે જઈ રહેલાં ૩-૩ મુમુક્ષુ બહેનો -જશ પરિવારનાં પૂ. ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા પરિવારનાં પૂજ્ય નર્મદાબાઈ મહાસતીજી સમીપે દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલાં મુમુક્ષુ મોનાલીબેન દીલીપભાઈ સંઘવી તેમજ ગોંડલ સંપ્રદાયનાં સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ પરિવારનાં તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ના સુશિષ્ય રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે સંયમ જીવનને અંગીકાર કરવા નગની રહેલાં મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠઅને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાલાના સંયમ ભાવોની અનુમોદના અને સન્માન કરવા સૌરાષ્ટ્રના ગોંડલ ગામના ગોંડલ નવાગઢ સનકવાસી જૈન સંઘમાંદીર્ક્ષાથી સંયમ અનુમોદના સમારોહનું આયોજન કરવામાં આવતાં સંઘમાં અનેરા ઉત્સાહ અને ઉમંગ વર્તાઈ રહ્યાં છે.
રવિવારે સવારે ૦૭.૩૦ કલાકે નવકારશી બાદ દીર્ક્ષાથીઓની ભવ્ય શોભાયાત્રા હરેશભાઈ તથા વિનોદભાઈ જમનાદાસભાઈ દોશીના નિવાસ સન,૨૪/૧૧ ભોજરાજપરાથી ૦૮.૩૦ કલાકે પ્રારંભ થઈને ગોંડલ સંપ્રદાયના આસ્થા કેન્દ્ર સમાન ગાદીનાં ઉપાશ્રય,ગોંડલ નવાગઢ સનકવાસી જૈન સંઘનાં આંગણે પહોંચશે. જ્યાં દીર્ક્ષાથીઓનો સંયમ અનુમોદના સમારોહ સંઘના શ્રેષ્ઠિવર્યો, અનેક ભાવિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાશે. દાદાગુરુ આચાર્યદેવ નિદ્રાવિજેતા પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબની ગાદીના સ્મૃતિદર્શન કરી, આશિર્વાદ પ્રાપ્ત કરીને દીર્ક્ષાથીઓ ભાવિકો સમક્ષ પોતાના સંયમભાવોને વ્યક્ત કરશે. સર્વ ભાવિકોનો ગૌતમ પ્રસાદનો લાભ અનિલભાઈ મોહનભાઈ ઉનડકટ પરિવારે લીધેલ છે.
સદભાગ્યેજ પ્રાપ્ત તાથા દીર્ક્ષાથીઓના સન્માનના આ પુણ્યવંતા અવસરે સંયમ ભાવોની અનુમોદના કરીને ધન્ય બનવાદરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી ગોંડલ નવાગઢ સનકવાસી જૈન સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે