નવજાત શિશુથી લઇ ૭૫ વર્ષના વૃદ્ધ કોરોનાગ્રસ્ત: શહેરમાં ફફડાટ
હોટસ્પોટ જંગલેશ્વરમાં એક જ દિવસમાં અડધા ડઝનથી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે રેડ ઝોનમાં ૪૦ દિવસમાં ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા
વૈશ્વિક મહામારી કોરોના કોવિડ ૧૯ વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે શહેરમાં આજ રોજ હોટસ્પોટ વિસ્તારમાંથી કોરેન્ટાઇન કરાયેલા ૫૭ લોકોના સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવતા એક જ દિવસમાં વધુ ૮ કેસ પોઝિટિવ આવતા શહેરની કુલ સંખ્યા ૫૫ પર પહોંચી છે. એક સાથે ૮ કેસ પોઝિટિવ આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામી છે. વધુ ને વધુ સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જંગલેશ્વરના નવજાતશિશુ થી લઇ ૭૫ વર્ષના વૃદ્ધ સુધીના લોકો કોરોનાની ઝપેટમાં આવી જતા આરોગ્યતંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. કોરનાં વાયરસનો સિલસિલો ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી ૪૦ દિવસમાં ફક્ત જંગલેશ્વરના જ ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગત તા. ૧૮મી માર્ચના રોજ શહેરમાં સૌપ્રથમ કોરોના કોવિડ ૧૯નો પોઝિટિવ કેસ જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો. ત્યાર બાદ થોડા દિવસોમાં જ જંગલેશ્વર માં કોરોનાનો રાફડો ફાટતા વિસ્તારમાં કરફ્યુ પણ લાદી દેવામાં આવ્યો હતો. જંગલેશ્વરના કોરનાની ચેઇન વધતી જતા હાલ શહેરના કુલ ૫૫ પોઝિટિવ કેસમાંથી ૪૭ કેસ જંગલેશ્વરના જ નોંધાયા છે. ત્યારે બે દિવસ પહેલા શહેરની યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં કરાયેલા કોરેન્ટાઇન માંથી ૫૭ સેમ્પલ લેબ ખાતે મોકલવામાં આવતા આજ રોજ વધુ ૮ લોકોને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં એક જ દિવસમાં વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૫૦ને પાર પહોંચી છે.
શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્યની ટીમ દ્વારા સધન તાપસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસિલિટી ખાતે કોરેન્ટાઇન કરી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરોના નો ચેપ લાગવાની શકયતા હોય અને આ લોકો દ્વારા કોમ્યુનિટીમાં અન્ય લોકોને ચેપ ફેલાવાની શકયતા હોય અગ્રિમતાના ધોરણે સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા એક દિવસમાં વધુ ૮ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગઈકાલે સમરસ હોસ્ટેલમાં કોરેઇન્ટઇન કરાયેલા લોકોના ૭ સેમ્પલ લેવામાં આવેલા જેમાંથી ગત સાંજે એક અને સવારે એક તેમ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુ લીધેલા ૫૭ સેમ્પલમાંથી આજ સાત લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.
શહેરમાં કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે જંગલેશ્વરના વિસ્તારને હોટસ્પોટ જાહેર કરી અમુક દિવસ કરફ્યુ પણ લાદવામાં આવ્યું હતું. પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ કોરોનાની ચેઇન લંબાતાં હાલ પરિસ્થિતિ ગંભીર બની જવા પામી છે. શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા ૫૫ પોઝિટિવ કેસમાંથી ૪૭ માત્ર જંગલેશ્વરના જ નોંધાયા છે. જંગલેશ્વરમાં અત્યાર સુધી નવજાતશિશુ થી માંડી ૭૫ વર્ષના વૃદ્ધ કોરોનાની સંક્રમણમાં આવતા શહેરીજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અને હાલ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા નવા આઇશોલેસન વોર્ડમાં હજુ ૪૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
હોટસ્પોટ વિસ્તાર કે જ્યાં કોરોનાં કોવિડની ચેઇન લંબાઈ રહી હોય ત્યાં આરોગ્યતંત્ર દ્વારા સતત વધુને વધુ લોકોના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ૪૦ દિવસના સમયગાળામાં જંગલેશ્વર વિસ્તાર હોટસ્પોટ જાહેર કર્યું છે. શહેરમાં અત્યાર સુધી કોરનાના ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાંના ૪૭ દર્દીઓના રિપોર્ટ માત્ર જંગલેશ્વરના જ હોવાનું જાણવા મળ્યું છે.માટે આરોગ્યતંત્ર દ્વારા સતત વધુને વધુ સેમ્પલ મેળવી તેમના રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.
આઠ પોઝિટિવ દર્દીઓને પરિવારજનોનો જ લાગ્યો ચેપ
શહેરમાં નાનકડા વિરામ બાદ એક યુવાન પોઝિટિવ રિપોર્ટ બાદ ફરીથી સંક્રમણમાં આવતા દર્દીઓના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે આજ રોજ આવેલા ૮ પોઝિટિવ દર્દીઓને તેમના જ પરિવારજનો નો ચેપ લાગ્યો હતો. આજ રોજ આવેલા શાહીલ દિલાવર બ્લોચ નામના ૧૬ વર્ષના તરૂણ ને ૧૬મી ના રોજ પોઝિટિવ આવેલા તેમના પિતા દિલાવરભાઈ બ્લોચનો ચેપ લાગ્યો હતો. જ્યારે કોરેન્ટાઇન કરાયેલા વધુ સાત વ્યક્તિ જેમાં બોદુ રઝાકભાઈ ઓડિયા નામના ૧૮વર્ષના યુવાનને ગત તા.૯મી ના પોઝિટિવ આવેલા તેમના માતા જીલુબેનનો ચેપ લાગ્યો હતો. સાથે ગત તા.૧૮મી ના આવેલા પોઝિટિવ રવિભાઈ અકબારી ના પિતા પરષોત્તમભાઈ અકબારી નામના ૭૫ વર્ષના વૃદ્ધ, આદિલ હુસૈન પતાણી ના દાદા નૂરમમદ નો ગત તા.૧૮મી ના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે ગત તા.૨૧મી ના પોઝિટિવ આવેલા ઝીકરભાઈ ચોપડાના સંક્રમણમાં આવતા તેમના પુત્ર ફારૂક નામના યુવાનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. વધુમાં ગત તા૨૦મી ના રોજ પોઝિટિવ આવેલા નસીમબેન યુસુફભાઈ ના પતિ યુસુફભાઈ મુંડસ અને તેમના પુત્ર સાહિલ મુંડસને પણ ચેપ લાગતા બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાનની મહામારી
ચેપ ના હિસાબે ચેઇન લંબાવતી નજર આવતા આરોગ્યતંત્ર દ્વારા પોઝિટિવ ના સંપર્કમાં આવેલા લોકોના વધુ ને વધુ સેમ્પલ મેળવી લેબમાં ખાતે મોકલવામાં આવે છે. અગાઉ આવેલા પોઝિટિવ દર્દીઓના પુત્ર, પતિ, પત્ની અને પૌત્ર સહિતના વધુ ૮ લોકોનો આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરમાં કોરોના વાયરસના હોટસ્પોટ તરીકે બનેલા જંગલેશ્વર વિસ્તારમાં શહેરના કુલ પોઝિટિવ કેસમાંથી ૯૦ટકા જેટલા પોઝિટિવ માત્ર જંગલેશ્વરમાં જ નોંધાયા છે.