સંતરામપુર નગરના લોકોને વર્ષોથી પીવાના પાણીની તકલીફ પડે છે અને ઉનાળો આવે એટલે આ તકલીફમાં અસહય વધારો થઈ જાય છે.
સંતરામપુર નગર પાલિકાના સત્તાધીશો ની અણઆવડત અને આગોતરું આયોજન ના અભાવ ના કારણે આજે સંતરામપુર નગર ની જનતાને પીવાનું પાણી છ દિવસે માત્ર ને માત્ર એકવાર અને તે પણ 30 થી 35 મિનિટ આપવામાં આવે છે, જે કેટલે અંશે વ્યાજબી ગણાય??
સૂત્રો ધ્વારા પ્રાપ્ત થતી માહિતિ અનુસાર મારુંવાળા થી પસાર થતી સિંચાઈ માટેની કેનાલ માંથી નગર પાલિકાનું વહીવટી તંત્ર પાની લઈને સંતરામપુર નગરની જનતાને પાણી આપે છે.જે ફિલ્ટર કર્યા વગરનું હોય છે.
હવે મહત્વની વાત એ છે કે, પાલિકાના નો સરકારી સ્ટાફ અને ચૂંટાયેલી બોડીના સભ્યોએ નું કહેવું છે કે, હમોને દીવડા ખાતે થી આપવામાં આવતો વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી, અવારનવાર લાઈનો ટ્રીપ થતી હૉવાને કારણે અમારી હેવી મોટરો બળી જાય છે જેના લીધે હમોને પાણીના મોટા ટાંકા ઓ ભરવામાં મુશ્કેલી ઉભી થવાથી પાણી નો જથ્થો પૂરતા પ્રમાણમા ભરાતો ન હોવાને કારણે અમો નગર ની જનતાને પીવાનું પાણી નિયમિત આપી સકતા નથી.
બીજી તરફ દીવડા ખાતે આવેલ જીઈબી કચેરી ના ડેપ્યુટી ઈજનેર નું કહેવું છે કે, વીજ પુરવઠો અમો ચાલુ જ રાખીએ છીએ પરંતુ પવન ને કારણે પસાર થતી વીજ લાઈનો ઉપર ઝાડની ડાળીઓ અથડાવના કારણે વીજ લાઈન અવારનવાર ટ્રીપ થાય છે, જેને લઈને વીજ પ્રવાહ અવારનવાર બંધ થઈ જય છે, અને અમારા તરફથી હાલ કામગીરી ચાલુ છે.
સંતરામપુર નગર પાલિકા છ વોર્ડ અને આશરે વિસ હજારની વસ્તી ધરાવતું ગામ કે જેના વહીવટી તંત્રની ની અણઆવડત અને આયોજન ના અભાવ ને કારણે ઉનાળા ની કાળઝાળ ગરમીના દિવસોમાં નગરની જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે જે કેટલા અંશે વ્યાજબી ગણાય ??
નગરમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણીના હેન્ડ પમ્પ નથી.જે જુના હેન્ડપમ છે તે બંધ હાલતમાં છે, વિજપ્રવાહ બંધ હોયતો ટેન્કર ધ્વારા પાણી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ તે પણ કરવામાં આવતી નથી. પાલિકાના ચૂંટાયેલા સભ્યોને લોકોની મશ્કેલી દૂર કરવામાં કોઈ રસ જણાતો નથી તેમને તો બસ આરસીસી રસ્તાઓ ના કામમાં ક્યાંથી ટકાવારી મડી જય તેમાજ રસ છે તેવું જાગૃત નગર્જનોના લોક મુખે ચર્ચાઈ રહયુ છે.